શોધખોળ કરો
Celebs House In Goa: મુંબઇ જ નહી ગોવામાં પણ આ સેલેબ્સના છે લક્ઝરી બંગલા, જાણો હોલિડે હોમ્સની તસવીરો
Boolywood News: તમે મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સના લક્ઝરી બંગલા જોયા હશે પરંતુ આ રિપોર્ટમાં અમે તમને કેટલાક ફેમસ સેલેબ્સના ગોવામાં આવેલા લક્ઝુરિયસ હોલિડે હોમ્સની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.

ફાઇલ તસવીર
1/7

Boolywood News: તમે મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સના લક્ઝરી બંગલા જોયા હશે પરંતુ આ રિપોર્ટમાં અમે તમને કેટલાક ફેમસ સેલેબ્સના ગોવામાં આવેલા લક્ઝુરિયસ હોલિડે હોમ્સની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.
2/7

સેલિના જેટલી - અભિનેત્રી સેલિની જેટલી હાલમાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તે પણ આ લિસ્ટમાં સામેલ છે. સેલિનાનો ગોવામાં 150 વર્ષ જૂનો વિલા છે. જે ખૂબ જ સુંદર છે.
3/7

અક્ષય કુમાર - અક્ષય કુમારનો પણ ગોવામાં બંગલો છે. જે તેણે વર્ષ 2008માં ખરીદ્યો હતો. આ સી ફેસિંગ બંગલામાં અભિનેતા ઘણીવાર પરિવાર સાથે વેકેશન પર જાય છે.
4/7

ઈમરાન હાશ્મી - ઈમરાન હાશ્મી જલ્દી જ ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળવાનો છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઈમરાનનું ગોવામાં એક લક્ઝરી ચાર માળનું પેન્ટહાઉસ છે. જ્યાં તે અવારનવાર વેકેશન માટે જાય છે.
5/7

પ્રિયંકા ચોપરા - ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની પણ ગોવાના બાગા બીચ પર પ્રોપર્ટી છે. દરિયા કિનારે આ અભિનેત્રીનો બંગલો લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે.
6/7

પૂજા બેદી- બોલિવૂડ એક્ટ્રેસ પૂજાનું પણ ગોવામાં ઘર છે. જેની કિંમત કરોડોમાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત તેની તસવીરો શેર કરી છે.
7/7

અભય દેઓલ - બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભય દેઓલનું ગોવામાં એક આલીશાન ગ્રીન ગ્લાસ હાઉસ છે. જ્યાં સ્વિમિંગ પૂલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
Published at : 28 Jan 2023 11:05 PM (IST)
આગળ જુઓ
Advertisement