શોધખોળ કરો
Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટરમાં શાનદાર જશ્ન, PM મોદી પણ થયા શામેલ-Photos
Election Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેથી ગુજરાત, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અને દિલ્હી MCDમાં યોજાયેલી ચૂંટણી માટે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

PM Narendra Modi
1/8

પીએમ મોદીએ કહ્યું હતું કે, સૌથી પહેલા હું જનતા જનાર્દન સામે નમન કરું છું. જનતા જનાર્દનના જબરજસ્ત આશીર્વાદ છે. તેમણે કહ્યું હતું કે, આજે અમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનતની સુગંધ અનુભવી રહ્યા છીએ.
2/8

પીએમે કહ્યું હતું કે, બીજેપી પ્રત્યેનો આ લગાવ દેશના અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે.
3/8

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે અને રાજ્યના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે.
4/8

ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપે 153 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. રૂઝાનો અનુસાર ભાજપ કુલ 156 બેઠકો પર ચૂંટણી જીતી શકે છે.
5/8

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોદીએ કહ્યું હતું કે, ભાજપ રાજ્યની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરવાનું યથાવત રાખશે.
6/8

તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના સ્નેહ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરતા રહીશું.
7/8

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે 68 સભ્યોની વિધાનસભામાં 39 બેઠકો જીતી છે અને એક બેઠક પર તે આગળ છે.
8/8

ભાજપે 18 બેઠકો જીતી છે અને સાત બેઠકો પર આગળ ચાલી રહી છે. અહીં ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
Published at : 08 Dec 2022 10:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
