શોધખોળ કરો
પિતા હતા પાકિસ્તાની એક્ટર, દીકરીએ બોલિવૂડમાં મેળવી ખૂબ લોકપ્રિયતા, 52 ઉંમરે પણ છે કુંવારી
બોલિવૂડના ઘણા સ્ટાર્સના સંબંધો પાકિસ્તાન સાથે રહ્યા છે. આજે અમે તમને એક અભિનેત્રી વિશે જણાવીશું જેના પિતા પાકિસ્તાની હતા અને આ અભિનેત્રી બોલિવૂડ પર રાજ કરી રહી છે.
tabu
1/7

બોલિવૂડના ઘણા સ્ટાર્સના સંબંધો પાકિસ્તાન સાથે રહ્યા છે. આજે અમે તમને એક અભિનેત્રી વિશે જણાવીશું જેના પિતા પાકિસ્તાની હતા અને આ અભિનેત્રી બોલિવૂડ પર રાજ કરી રહી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી સારી ફિલ્મો આપી છે. અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ તબસ્સુમ ફાતિમા હાશ્મી ઉર્ફે તબ્બુ છે. તબ્બુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદી મુસ્લિમ પરિવારમાં જમાલ અલી હાશમી અને રિઝવાનાને ત્યાં થયો હતો. જમાલ પાકિસ્તાનમાં લોકપ્રિય અભિનેતા હતા અને તેમણે 1970ના દાયકામાં કેટલીક સારી ફિલ્મો કરી હતી.
2/7

જો કે, જમાલે તબ્બુ અને તેના પરિવારને ત્યારે છોડી દીધો જ્યારે તે માત્ર ત્રણ વર્ષની હતી. તબ્બુ તેની માતા સાથે રહેવા ભારત પરત ફરી હતી. તબ્બુ શબાના આઝમી, તન્વી આઝમી અને બાબા આઝમીની ભત્રીજી અને અભિનેત્રી ફરાહ નાઝની નાની બહેન છે.
Published at : 08 Oct 2024 02:05 PM (IST)
આગળ જુઓ




















