શોધખોળ કરો
Ganesh Chaturthi 2022: Disha Parmar અને Rahul Vaidyaએ ભવ્ય અંદાજમાં ગણેશજીનું કર્યું સ્વાગત
મુંબઇઃ ટીવી અભિનેત્રી દિશા પરમારે પોતાના ઘરમાં ગણેશજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

મુંબઇઃ ટીવી અભિનેત્રી દિશા પરમારે પોતાના ઘરમાં ગણેશજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં તે પરંપરાગત મહારાષ્ટ્રીયન સાડીમાં જોવા મળી હતી.
2/8

ગણેશ ચતુર્થી 2022નો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ટીવી કલાકારો પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ટીવી અભિનેત્રી દિશા પરમાર અને ગાયક રાહુલ વૈદ્યએ તેમના ઘરે ભગવાન ગણેશનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
3/8

'બડે અચ્છે લગતે હૈ' અભિનેત્રીએ મહારાષ્ટ્રીયન સાડી પહેરી હતી જેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી.
4/8

દિશાએ પોતાના પતિ સાથે ભગવાન ગણેશની આરતી કરતી તસવીરો શેર કરી છે.
5/8

દિશા અને તેનો પતિ રાહુલ વૈઘ ગણેશ મહોત્સવના અવસર પર પરિવારમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
6/8

દિશાએ પોતાના ઘરમાં બાપ્પાના આસનને ફૂલો અને હારથી સજાવ્યું છે.
7/8

દિશાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 31 Aug 2022 07:00 PM (IST)
આગળ જુઓ
Advertisement