મુંબઇઃ સુશાંત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં એનસીબી તાબડતોડ તપાસ કરી રહી છે. એનસીબીની રડારમાં મોટી મોટી હસ્તીઓ આવી છે, બૉલીવુડમાંથી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને સિમોન ખંબાટા સહિતના લોકોને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ પુછપરછ માટે સમન્સ મોકલ્યુ છે. જાણો કોણ કોણ છે એનસીબીની રડારમાં....
2/8
કરિશ્મા પ્રકાશઃ- દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ તેને ખરાબ તબિયતનુ કારણ ધરીને સમય માંગી લીધો હતો. અધિકારીએ જણાવ્યુ કે શુક્રવાર સુધી તેને હાજર થવાની છૂટ આપવામાં આવી છે. એનસીબી સુત્રો અનુસાર પ્રકાશની વૉટ્સએપ ચેટમાં ડ્રગ્સ વિશે વાતચીત મળી છે.
3/8
શ્રદ્ધા કપૂરઃ- અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે પણ એનસીબી 26 સપ્ટેમ્બરે પુછપરછ કરવાની છે. શ્રદ્ધા કપૂરે સુશાંત સાથે હિટ ફિલ્મ છિછોરેમાં કામ કર્યુ છે. રિપોર્ટ પ્રમાણે, છિછોરેની સક્સેસ પાર્ટીમાં બેશ રાખવામાં આવ્યુ હતુ, જેમાં ડ્રગ્સનુ સેવન થયુ હતુ. આ પાર્ટીમાં શ્રદ્ધા અને સુશાંત બન્ને સામેલ હતા.
4/8
સારા અલી ખાનઃ- સારા 26 સપ્ટેમ્બરે એનસીબી સામે પુછપરછ હાજર થવાની છે, રિપોર્ટ પ્રમાણે કેદારનાથના શૂટિંગ વખતે સારાએ સુશાંત સાથે ડ્રગ્સ લીધુ હતુ.
5/8
દીપિકા પાદુકોણઃ- દીપિકા પાદુકોણ હાલ મુંબઇમાં નથી, ગોવામાં શૂટિંગ માટે ગયેલી અભિનેત્રીને એનસીબીએ પુછપરછ માટે સમન્સ મોકલ્યુ છે. એનસીબીએ દીપિકાની સાથે મેનેજર કરિશ્મા પ્રકાશ અને ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના સીઇઓ ધ્રુવ ચિતગોપેકરને પણ બોલાવ્યા હતા.
6/8
શ્રુતિ મોદીઃ- સુશાંતની મેનેજર રહી ચૂકેલી શ્રુતિ મોદીને આજે એનસીબીએ પુછપરછ માટે બોલાવી છે. આ પહેલા મુંબઇ પોલીસે પણ શ્રુતિ મોદી સાથે પુછપરછ કરી હતી.
7/8
સિમોન ખંબાટાઃ- રકુલ પ્રીત સિંહની સાથે સિમોન ખંબાટા સાથે પણ આજે જ એનસીબી પુછપરછ કરવાની છે.
8/8
રકુલ પ્રીત સિંહઃ- રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટાને આજે એનસીબી સામે હાજર થવાની છે. રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન 25 નામો આપ્યા હતા, જેમાં રકુલ પ્રીત સિંહનુ નામ સામેલ છે. આના વિરુદ્ધ રકુલ પ્રીત હાઇકોર્ટ પહોંચી હતી.