ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલમાંજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેસન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયો છે. બુમરાહ અને સંજનાએ 15 માર્ચે એક પ્રાઈવેટ ફંક્શનમાં પોતાના પરિવાર અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. (તસવીર ઈન્સ્ટાગ્રામ-Jasprit Bumrah)
2/6
બન્નેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી પોતાના ફેન્સને ખૂશખબરી આપી હતી. લગ્ન બાદ આ બન્નેના મેહંદી, હલ્દી અને સંગતી સેરેમનીની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. (તસવીર ઈન્સ્ટાગ્રામ-Jasprit Bumrah)
3/6
હવે બુમરાહે પત્ની સંજના ગણેસન સાથે પોતાના રિસેપ્શનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. બુમરાહે આ તસવીર સાથે એક ખૂબજ ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.
4/6
તેમણે લખ્યું કે, “ છેલ્લા કેટલાક દિવસ જાદુથી ઓછા ન હતા. આપ સૌ તરફથી મળેલા પ્રેમ બદલ અમે આભારી છીએ. ધન્યવાદ. ” (તસવીર ઈન્સ્ટાગ્રામ-Jasprit Bumrah)
5/6
સંજના ગણેસને પણ રિસેપ્શનની તસવીર શેર કરતા લખ્યું કે, “છેલ્લા કેટલાક દિવસમાં અમારા પર વરસી રહેલા પ્રેમથી અભિભૂત છે. અમે એક મોટી મુસ્કાન સાથે તમારા સંદેશ અને શુભકામનાઓ વાંચી રહ્યાં હતા. આભાર.” (તસવીર ઈન્સ્ટાગ્રામ-Sanjana)
6/6
28 વર્ષીય સંજના ગણેસન એક સ્પોર્ટ્સ એન્કર છે. છેલ્લા કેટલાક સમયથી તે અનેક ટૂર્નામેન્ટનો હિસ્સો રહી છે. તે આઈપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી રહી. સંજના આઈસીસી વર્લ્ડ કપ 2019થી લઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ સુધી હોસ્ટ કરી ચૂકી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનો ખિતાબ જીત્યો હતો.