દિવંગત સંગીતકાર ખ્ય્યામની પત્ની જગજીત કૌરનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રવિવારે સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 93 વર્ષના હતા
2/5
દિવંગત સંગીતકાર ખ્ય્યામની પત્ની જગજીત કૌર બહુ લાંબા સમયથી બીમાર હતા. તેમણે તેમના પતિ ખય્યામના નિર્દેશનમાં કેટલા ફિલ્મના ગીતો ગાયા હતા. જેમાંથી “તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુજે દે દો” ફિલ્મ (શગુન)નું આ સોન્ગ ખૂબ મશહૂર થયું હતું.
3/5
દિવંગત સંગીતકાર ખ્ય્યામની પત્ની જગજીત કૌરના અંતિમ સંસ્કાર આજ સવારે 12 વાગ્યે મુંબઇના વિલે પાર્લે સ્થિત સ્મશાનમાં કરી દેવાયા. ઉલ્લેખનિય છે કે, બે વર્ષ પહેલા જ સંગીતકાર ખય્યામ પણ દુનિયાને અલવિદા કહી ગયા.
4/5
સિંગર જગજીત કૌરના નિધનથી બોલિવૂડ સંગીત જગતમાં શોક વ્યાપી ગયો છે. સંગીત કાર ઉત્તમ સિહ, એક્ટ્રેસ પદ્મિની કપિલા સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી છે.
5/5
ખય્યામ અને જગજીત કૌરના લગ્ન 1954માં થયા હતા. આ પહેલી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલા ઇન્ટર કમ્યુનલ મેરેજ હતા, જગજીત કૌર પંજાબના એક મોટા પરિવારની દીકરી હતા. ખય્યામ અને જગજીતના દીકરા પ્રદીપનું 2012માં હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતુ.