દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
Ranya Rao Arrested: વાસ્તવમાં રાન્યા રાવે એક વર્ષમાં 30 વખત દુબઈની મુસાફરી કરી હતી, જેના કારણે તે DRI (રેવન્યુ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ) ના રડાર હેઠળ આવી હતી

Ranya Rao Arrested: કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની સોમવારે (03 માર્ચ, 2025) બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.2 કિલો સોનાની દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા સોનાની કિંમત 12.56 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
વાસ્તવમાં રાન્યા રાવે એક વર્ષમાં 30 વખત દુબઈની મુસાફરી કરી હતી, જેના કારણે તે DRI (રેવન્યુ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ) ના રડાર હેઠળ આવી હતી. તે પ્રતિ કિલોગ્રામ ગોલ્ડની તસ્કરી કરવાના બદલામાં એક લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. જેથી તેને પ્રતિ ટ્રીપ 13 લાખ રૂપિયા સુધીની કમાણી થતી હતી. દાણચોરી માટે તે ખાસ મોડિફાઇડ જેકેટ અને કમર બેલ્ટનો ઉપયોગ કરતી હતી.
સર્ચ દરમિયાન કરોડો રૂપિયા રોકડા અને ઘરેણાં મળી આવ્યા
ડીઆરઆઈ અધિકારીઓએ બેંગલુરુના લાવેલ રોડ પરના તેના ઘર પર દરોડો પાડ્યો હતો, જ્યાં તે તેના પતિ સાથે રહેતી હતી. સર્ચ દરમિયાન 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 2.67 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
શું સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલે સુરક્ષામાં મદદ કરી હતી?
અહેવાલો અનુસાર, એક સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલે રાન્યા રાવને તપાસથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ડીઆરઆઈ અધિકારીઓએ તેને રોક્યો ત્યારે કોન્સ્ટેબલે હસ્તક્ષેપ કરવા પર કહ્યું હતું કે તે ડીજીપીની પુત્રી છે. જોકે, ડીઆરઆઈ પાસે પહેલેથી જ મજબૂત ગુપ્ત માહિતી હતી જેના કારણે તેમણે સઘન શોધખોળ હાથ ધરી અને તેની ધરપકડ કરી હતી.
અભિનેત્રીના પિતા અને વરિષ્ઠ IPS અધિકારી રામચંદ્ર રાવે શું કહ્યું?
રાન્યા રાવના પિતા વરિષ્ઠ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવે ધરપકડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે ANI ને કહ્યું, "જ્યારે મેં મીડિયામાંથી આ ઘટના વિશે સાંભળ્યું ત્યારે હું સ્તબ્ધ થઇ ગયો અને હતાશ થઇ ગયો છું. મને આ વિશે કંઈ ખબર નહોતી. તે અમારી સાથે રહેતી નથી પણ તેના પતિ સાથે અલગ રહે છે. કાયદો તેનું કામ કરશે અને મારી કારકિર્દીમાં કોઈ કાળો ડાઘ નથી." હવે જોવાનું એ રહે છે કે તપાસમાં વધુ કયા ખુલાસા થાય છે અને આ હાઇ-પ્રોફાઇલ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે.
31 વર્ષીય એક્ટ્રેસને સોનાની તસ્કરી કરતાં પોલીસે ઝડપી, કપડાંમાં છૂપાવીને લાવી હતી 14 કિલો સોનું




















