મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી લીઝા હેડને સોશ્યલ મીડિયા પર દીકરીને બ્રેસ્ટફિડિંગ કરાવતી તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
2/7
તસવીરોમાં લીઝા હેડન અને દીકરી લારાની વચ્ચે ખુબ પ્રેમાળ બૉન્ડિંગ દેખાઇ રહ્યું છે. ફેન્સ લીઝા હેડન અને લારાની આ તસવીરોને ખુબ લાઇક કરી રહ્યાં છે.
3/7
લીઝા હેડને આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું- શું આ ફક્ત બ્રેસ્ટફિડિંગ વીક હતુ? આ ખાસ વીકના સન્માનમાં લારા તે તમામ લોકોને આભાર કહેવા માંગે છે, જેઓએ તેમને ટેબલ પર સીટ આપી......
4/7
લીઝા હેડન આ પહેલા પણ કેટલીય આવી બેબાક તસવીરો શેર કરતા દેખાઇ ચૂકી છે. વળી, લેટેસ્ટ તસવીરો દ્વારા તેને પોતાની દીકરી તરફથી આ ખાસ મેસેજ આપ્યો છે.
5/7
ઉલ્લેખનીય છે કે, લીઝા હેડનના ત્રણ બાળકો છે, નાની દીકરી પહેલા લીઝાને બે દીકરા હતા, લીઝાએ બતાવ્યુ હતુ કે તેને હંમેશા એક દીકરીની ઇચ્છા હતી.
6/7
આ પહેલા તાજેતરમાં જ લીઝા હેડને દીકરીની પહેલી ઝલક ફેન્સની સાથે શેર કરી હતી.
7/7
તમામ તસવીરો લીઝા હેડનના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.