શોધખોળ કરો
Christmas 2021: આલિયા-રણબીરે સાથે મનાવી ક્રિસમસ, ફેમિલી સાથે પાર્ટીની તસવીરો આવી સામે.......

Alia_Bhatt
1/6

Christmas 2021: આખા દેશમાં ક્રિસમસ પર્વની ધૂમ છે, આપણા બૉલીવુડ સ્ટાર્સ પણ ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં કોઇનાથી પાછળ નથી. તાજેતરમાં જ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) પોતાની માં નીતૂ કપૂર (Neetu Kapoor)ની સાથે એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)ની બહેન શાહીન ભટ્ટ (Shaheen Bhatt) ના ઘરે ક્રિસમસ ડિનર પર પહોંચ્યા.
2/6

આ ગેટ ટૂ ગેધરની તસવીરો સોશ્યલ મીડિયા પર ખાસ્સી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નીતૂ કપૂર બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે. વળી, રણબીર કપૂર પણ આ દરમિયાન બ્લેક ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો દેખાઇ રહ્યો છે.
3/6

આલિયાની બહેન શાહીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં જ્યાં આલિયા ભટ્ટ સ્ટ્રેપલેસ રેડ ડ્રેસમાં દેખાઇ રહી છે. વળી, તેની બહેન શાહીન ગ્રીન અને માં સોની રાજદાન (Soni Razdan) ક્રીમ કલરના ડ્રેસમાં દેખાઇ રહી છે.
4/6

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ સીરિયસ રિલેશનમાં છે, અને હંમેશા આ બન્ને સ્ટાર્સ ફેમિલી ગેટ ટૂ ગેધર કરતા રહે છે. આલિયા અને રણવીર કપૂર જલદી જ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmāstra)માં પણ દેખાશે.
5/6

સાયન્ટિફિક ટ્રાયોલૉજી બ્રહ્માસ્ત્રને ફિલ્મમેકર અયાન મુખર્જી (Ayan Mukerji) એ બનાવ્યુ છે અને આ ફિલ્મ આગામી વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.
6/6

વળી, વાત જો રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પર્સનલ લાઇફની કરીએ તો આ બન્ને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. જોકે વર્ક કમિટમેન્ટના કારણે આલિયા અને રણબીર કપૂરે પોતાના લગ્નનો પ્લાન આગામી વર્ષ એટલે કે 2022ના માટે શિફ્ટ કરી દીધુ છે.
Published at : 25 Dec 2021 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
