શોધખોળ કરો
TMKOC: ટપ્પુ પહેલા 'તારક મહેતા....' શોને આ સ્ટાર્સ કહી ચૂક્યા છે અલવિદા
ફાઇલ તસવીર
1/10

TMKOC: સુપરહિટ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ખૂબ જ ચર્ચા છે. શોમાં નવા નટ્ટુ કાકાની એન્ટ્રી થઈ ગઇ છે. તો બીજી તરફ ટપ્પુ એટલે કે રાજ અનાડકટ શો છોડી રહ્યો હોવાના અહેવાલ છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારે અચાનક શો છોડી દીધો હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ તારક મહેતાનો શો છોડી ચુક્યા છે. સબ ટીવીના આ હિટ શોમાંથી બહાર ગયેલા સ્ટાર્સે પણ વિચિત્ર બહાના આપ્યા. કેટલાકે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે તો કેટલાકે પિતાની સેવા કરવા માટે શો છોડી દીધો હતો. આવો જાણીએ કોણ કયા કારણે શોમાંથી બહાર થયું.
2/10

હાલમાં જ ટપ્પુ એટલે કે રાજ અનાડકટ શો છોડી રહ્યો હોવાના અહેવાલ છે. તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને પણ અલવિદા કહી દીધું છે. સ્વાસ્થ્યના કારણોસર રાજ લાંબા સમયથી સેટ પર જોવા મળ્યો નથી. હવે ટીવી પર એક નવો કલાકાર ટપ્પુના રોલમાં જોવા મળી શકે છે.
Published at : 03 Jul 2022 12:05 PM (IST)
આગળ જુઓ





















