તેણે પોતાના ઘરની બહાર નોટિસ પણ લગાવી છે કે, 27 ડિસેમ્બરે ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર ભેગા થશો નહીં. હું હાલમાં ગેલેક્સીમાં નથી. તે સિવાય કોરોના વાયરસના પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કરી છે.
2/9
સલમાન પોતાના ફેન્સને તેના ઘરની બહાર ભેગા ન થવાની અપીલ પણ કરી છે.
3/9
કોરોના સંક્રમણના પગલે પોતાના જન્મ દિવસના અવસર પર સલમાન ખાને ફેન્સને ભીડ ન કરવાની અપીલ કરી છે. (તમામ તસવીરો- માનવ મંગલાની)
4/9
કોરોના વાયરસ મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં તેણે હજારો લોકોની મદદ કરી હતી.
5/9
સલમાન ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે સમાજ સેવા પણ કતરે છે. તેણે ‘બીઈંગ હ્યૂમન’નામની એનજીઓ પણ ચલાવે છે. જેના દ્વારા લોકોને મદદ કરે છે.
6/9
સલમાન ખાનની ફેન ફોલોઈંગ ઈન્ડસ્ટ્રીના અન્ય સ્ટાર્સ કરતા ઘણી વધારે છે. લોકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
7/9
પોતાની અદાકારીથી લોકોના દિલ જીતનાર સલમાન ખાને પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને અનેક મુકામ હાંસલ કર્યા છે.
8/9
સલમાન ખાને પનવેલમાં કેક કાપી હતી અને તે દરમિયાન તેમની સાથે બોડીગાર્ડ્સ પણ હાજર હતા.
9/9
બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનનો આજે 55મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર સલમાને પોતાના નજીકના ખાસ મિત્રો સાથે પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેમાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા.