મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચડાસમા, જયેશ રાદડિયા, વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ભીખુભાઈ દલસાણિયા સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
2/9
અભય ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપી રહેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
3/9
આ પછી બપોરે તેમની અંતિમયાત્રા નીકળી છે. હવે કાલાવડ રોડ સ્થિત મોટા મવા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે, ગઈ કાલે તેમનું નિધન થયું હતું. કોરોનાની સારવાર પછી તેમને ફેફસામાં તકલીફ ઉભી થતાં તેમને ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
4/9
5/9
6/9
અભય ભારદ્વાજના નિવાસ્થાને ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય આગેવાનો.
7/9
8/9
અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. હવે અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચડાસમા, જયેશ રાદડિયા, વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે. કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
9/9
રાજકોટઃ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સ્વર્ગસ્થ અભય ભારદ્વાજની તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી છે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તેમની અંતિમયાત્રામાં 50 લોકો જ હાજર રહેશે. અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા છે. આજે બપોરે ભારદ્વાજનો પાર્થિવ દેહ તેમના રાજકોટસ્થિત નિવાસસ્થાને લવાયો હતો. અમીન માર્ગ સ્થિત સાગર ટાવર ખાતે પાર્થિવ દેહ લવાયો હતો. તેમજ શાસ્ત્રોક વિધિ કરી બાદમાં અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મુકવામાં આવ્યો હતો.