શોધખોળ કરો
કોરનાના ત્રીજી લહેર બાળકો માટે છે ખતરનાક, ટપોટપ આવી જશે ઝપેટમાં, જાણો તમારા બાળકોને કઇ રીતે રાખી શકાય છે સુરક્ષિત, ટિપ્સ.....

Children_Corona
1/6

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Covid-19) ઝડપથી ફેલાઇ રહ્યો છે. કૉવિડ-19ની (CoronaVirus) બીજી લહેરમાં બાળકો પણ અસરગ્રસ્ત થઇ રહ્યાં છે. જોકે, હજુ બાળકોમાં સંક્રમણના કેસો (Children Corona Cases) ઓછા છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બાળકોમાં આ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આવામાં હવે ત્રીજી લહેરનો (Corona Wave Third) ખતરો તોળાવવા લાગ્યો છે.
2/6

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સૌથી મોટી ચિંતા કરવાની વાત એ છે કે બાળકો માટે હજુ કોરોનાની કોઇ વેક્સિન નથી બની. આ ઉપરાંત કેટલીક એવી દવાઓ છે જે બાળકોને નથી આપી શકાતી. આ સ્થિતિમાં બાળકોને લઇને બહુજ સાવધાની (Children Safety Tips) રાખવાની જરૂર છે.
3/6

કેમ બાળકો પર છે ખતરો ? વિશેષજ્ઞોનુ માનવુ છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો આ વાયરસની ઝપેટમાં સૌથી વધુ આવશે. એવુ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમકે ત્રીજી લહેર સુધીમાં દેશમાં મોટા ભાગના વયસ્ક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો હશે. આવામાં આ લોકો બાળકોની સરખામણીમાં વધુ સુરક્ષિત રહેશે. વળી બાળકો માટે હજુ સુધી કોઇ વેક્સિન નથી બની શકી.
4/6

બાળકોને કેમ નથી અપાઇ રહી વેક્સિન? ખરેખરમાં, કોઇપણ વેક્સિનને લેતા પહેલા તેનો ટ્રાયલ કરવામાં આવે છે. અત્યાર સુધી જે કોરોના વેક્સિન બની છે, તેનો ટ્રાયલ 16 વર્ષતી ઉપરની ઉંમરના લાકો પર જ કરવામાં આવ્યો છે. એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યૂએચઓએ બાળકોને આ વેક્સિન ના લેવાની સલાહ આપી છે. જોકે હવે બાળકોમાં વધતા સંક્રમણને જોતા બાળકો માટે પણ વેક્સિનના ઉપયોગ અને ટ્રાયલની જરૂરિયાત વધી ગઇ છે.
5/6

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા? કોઇપણ વાયરસથી બચવા માટે આપણી ઇમ્યૂનિટીનુ મજબૂત હોવુ ખુબ જરૂરી છે. જો શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા સારી હશે તો બિમારીઓ ઓછી હશે.
6/6

મલ્ટીવિટામીન પણ તમારી ઇમ્યૂનિટીને મજબૂત કરે છે, જેનાથી તમારુ શરૂર બિમારીઓ સામે લડી શકે છે. આવામાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે હેલ્ધી ખાવાનુ ખવડાવો, ફળો અને શાકભાજી, ફ્રૂટ, જ્યૂસ ભરપુર માત્રામાં ખવડાવો. બાળકોને તડકામાં બેસવાનુ કહો. તેમના ખાવામાં ઇંડા સામેલ કરો. જો બાળકોમાં ખાવા પીવાની આદત સારી છે તો બિમારીઓ અને કોરોના વાયરસ પણ વધુ નુકશાન નહીં કરી શકે. પરંતુ જો કમજોર અને કુપોષિત બાળકોને સંક્રમણનો ખતરો વધી શકે છે. એટલા માટે બાળકોની ઇમ્યૂનિટી વધારવાની કોશિશ કરો.
Published at : 12 May 2021 01:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
