શોધખોળ કરો
Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો
Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર
1/6

સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની આ સિઝનમાં (summer 2025) તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે. આ સ્થિતિમાં, તમે આ ગરમીથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો. જે તમને લૂ અને ગરમીથી બચવામાં રાહત આપશે.
2/6

ઉનાળાની ઋતુ ચરમસીમાએ છે અને ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે ગરમીથી રાહત મેળવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પહેલાથી જ ચેતવણી જારી કરી હતી કે દેશના ઘણા વિસ્તારોમાં ગરમીની લહેર સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે હીટસ્ટ્રોકથી રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ, નહીં તો તમે હીટસ્ટ્રોકને કારણે બીમાર પડી શકો છો. ચાલો જાણીએ સનસ્ટ્રોક અને ગરમીથી બચવાના કેટલાક ઉપાયો.
Published at : 11 Mar 2025 03:10 PM (IST)
આગળ જુઓ





















