શોધખોળ કરો
અંકુરિત ઘઉંના સેવનથી વજન નિયંત્રિત રહેવાની સાથે પાચન પણ સુધરે છે. જાણો તેના અન્ય ફાયદા
ફણગાવેલા ઘઉં
1/5

ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ શું આપ જાણો છો કે, અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ કેવી રીતે.
2/5

ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. ઘઉંનો લોટ સ્વાદથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેના દળિયાને અંકુરિત કરીને તે ખાવા. અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને અંકુરિત કરીને ખાવાથી અન્ય અંકુરિત અનાજ કરતાં વધુ ફાયદાકારક છે. શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાથી લઈને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં અંકુરિત ઘઉં ખાવાના ફાયદા વિશે જણાવીશું.
3/5

અંકુરિત ઘઉં ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાસ્તામાં અંકુરિત ઘઉંનો સમાવેશ કરો છો, ત્યારે તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો અને તમે વધુ પડતા ખોરાક લેવાનું ટાળો છો, જેના કારણે શરીરનું વજન વધતું નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે.
4/5

નબળા પાચનવાળા લોકોએ તેમના આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. ફાઇબરથી ભરપૂર હોવાથી, અંકુરિત ઘઉં સરળ પાચન જાળવવામાં મદદ કરે છે. બીજી તરફ, ફણગાવેલા ઘઉં એવા લોકો માટે ખૂબ જ સારા માનવામાં આવે છે જેમને પાચન સંબંધી સમસ્યા હંમેશા રહે છે.
5/5

ફણગાવેલા ઘઉંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંકૂરિત ઘઉં કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ ટાળે છે.
Published at : 11 Jan 2022 12:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















