શોધખોળ કરો
કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન
કડવા કારેલા કોણે ન ખાવા જોઈએ, જાણો શું થાય છે નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમારુ બ્લડ સુગર લો હોય તો તમારે કારેલાનું શાક ન ખાવું જોઈએ. કારેલા બ્લડ સુગર ઘટાડે છે, જે લો બ્લડ સુગરવાળા દર્દીની સમસ્યા વધારી શકે છે. જો બ્લડ સુગર ખૂબ ઓછું હોય તો માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવી શકે છે.
2/6

જે લોકોને લીવર સંબંધિત કોઈ રોગ હોય તેમણે પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. કારેલામાં કેટલાક એવા તત્વો જોવા મળે છે જે લીવરના કાર્યને અસર કરી શકે છે. તેથી, કારેલાનું સેવન લીવર માટે સારું નથી.
3/6

કોઈપણ સર્જરી પછી કારેલાનું સેવન ન કરો. આવા સમયે બ્લડ સુગર વધતુ અને ઘટતુ રહે છે. કારેલા ખાવાથી શુગર ઓછું થઈ શકે છે જે રિકવરીનો સમય વધારી શકે છે. જો તમે કારેલા ખાઓ છો, તો પહેલા ડૉક્ટરની સલાહ લો.
4/6

જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેણે કારેલાનું સેવન ઓછું કરવું જોઈએ. તેમાં કેટલાક એવા તત્વો હોય છે જે ગર્ભમાં ઉછરતા બાળક માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને કારેલાના બીજ આવા સમયે નુકસાન પહોંચાડી શકે છે.
5/6

ગેસ એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકોએ પણ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. તે સમસ્યાઓનું કારણ બની શકે છે. તુવેરની સાથે કારેલાની શાક ખાવાથી સમસ્યા વધી શકે છે. પેટનું ફૂલવું થઈ શકે છે.
6/6

કારેલાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને કોઈ સમસ્યા ન હોય તો તમે કારેલાનું સેવન કોઈપણ સમયે કરી શકો છો.
Published at : 18 Jul 2025 03:38 PM (IST)
આગળ જુઓ
Advertisement





















