શોધખોળ કરો
Thailand Tour: વેલેન્ટાઇન ડેના અવસર પર સસ્તામા માણો IRCTC થાઇલેન્ડ ટૂરની મજા, જાણો કેટલો થશે ખર્ચ?
Thailand Tour: જો તમે તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર થાઈલેન્ડ જવા ઈચ્છતા હોવ તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

Thailand Tour: જો તમે તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર થાઈલેન્ડ જવા ઈચ્છતા હોવ તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે.
2/7

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં વેલેન્ટાઈન ડેનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, લોકો તેમના પાર્ટનર સાથે આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે વિદેશ પ્રવાસ પર જાય છે. જો તમે પણ તમારા પાર્ટનરને વિદેશ પ્રવાસની ગિફટ આપવા માંગો છો તો IRCTC તમારા માટે એક શાનદાર થાઈલેન્ડ ટૂર પેકેજ લઈને આવ્યું છે.
3/7

આમાં તમને બેંગકોક અને પટાયા જવાનો મોકો મળી રહ્યો છે. આ પેકેજનું નામ Treasures Of Thailand ex Hyderabad છે. આ એક ફ્લાઇટ પેકેજ છે જે 4 દિવસ અને 3 રાત્રી માટે છે. આમાં તમને હૈદરાબાદથી બેંગકોકની ફ્લાઈટ ટિકિટ મળશે.
4/7

આ પેકેજ 14 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે. આ એક ડીલક્સ પેકેજ છે જેમાં તમને નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે.
5/7

આ પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં ડબલ અને ટ્રિપલ શેરિંગમાં રહેવાની સુવિધા મળી રહી છે. આ પ્રવાસ દરમિયાન અંગ્રેજી બોલતા ટૂર ગાઇડ પણ તમારી સાથે રહેશે.
6/7

80 વર્ષ સુધીના મુસાફરો માટે પેકેજમાં ટ્રાવેલ વીમાની સુવિધા પણ ઉપલબ્ધ છે. પેકેજમાં તમને પટાયા અને બેંગકોકના ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે.
7/7

થાઈલેન્ડના આ પેકેજમાં તમારે સિંગલ શેરિંગ માટે પ્રતિ વ્યક્તિ 56,845 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગમાં 48,470 રૂપિયા અને ટ્રિપલ શેરિંગમાં 48,470 રૂપિયા પ્રતિ વ્યક્તિ વસૂલવા પડશે.
Published at : 29 Dec 2023 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
