શોધખોળ કરો
ચોમાસામાં આ પાંચ સ્થળોની મુલાકાત અવશ્ય લો, તમારું હૃદય આનંદિત થઈ જશે
ચોમાસામાં ફરવા માટે આ પાંચ સ્થળો શ્રેષ્ઠ છે. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા અને તાજગી તમારા હૃદયને આનંદિત કરશે. આ સ્થળોની મુલાકાત લઈને તમે ચોમાસાની અસલી મજા માણશો.
ચોમાસાની ઋતુ ફરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે વરસાદથી હરિયાળી વધુ ખીલે છે અને હવામાન ખુશનુમા બની જાય છે. જો તમે આ સિઝનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ભારતના આ પાંચ સ્થળો ચોક્કસપણે તમારા લિસ્ટમાં હોવા જ જોઈએ. (તસવીર-એબીપી લાઈવ)
1/5

મહારાષ્ટ્રનું મહાબળેશ્વર : મહાબળેશ્વરએ એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના લીલાછમ જંગલો અને સુંદર ખીણો માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને તાજગી જોવા લાયક હોય છે. વેન્ના લેક પર બોટની સવારી હોય કે પછી પોઈન્ટ પરથી ધુમ્મસમાં છવાયેલા દૃશ્યો તમામ તમને ખૂબ આનંદ આપે છે.
2/5

કર્ણાટકનું કુર્ગ : કુર્ગ જેને 'ભારતનું સ્કોટલેન્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ચોમાસા દરમિયાન તે વધુ સુંદર બની જાય છે. કોફીના વાવેતર, ગાઢ જંગલો અને ધોધ આ સ્થળને વધુ સુંદર બનાવે છે. અહીં એબી ફોલ્સ અને મંડલપટ્ટી વ્યુ પોઈન્ટની અવશ્ય લેવી જોઈએ.
3/5

મેઘાલય: મેઘાલય એટલે 'વાદળોનું નિવાસસ્થાન'. ચોમાસામાં આ જગ્યા ખૂબ જ સુંદર હોય છે. ચેરાપુંજી અને માવસિનરામ, જેની ગણતરી વિશ્વમાં સૌથી વધુ વરસાદના સ્થળોમાં થાય છે, તે અહીં સ્થિત છે. અહીંના ધોધ અને ગુફાઓ જોવાલાયક છે.
4/5

કેરળનું મુન્નાર : મુન્નાર લીલાછમ ચાના બગીચા, ટેકરીઓ અને ખીણો માટે પ્રખ્યાત છે. ચોમાસામાં આ સ્થળની સુંદરતા અનેકગણી વધી જાય છે. એરાવિકુલમ નેશનલ પાર્ક અને અટ્ટુકલ વોટરફોલ્સની મુલાકાત લેવાની ખાતરી કરો.
5/5

તમિલનાડુનું ઉટી : ઉટી એ દક્ષિણ ભારતનું મુખ્ય હિલ સ્ટેશન છે. ચોમાસામાં અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની જાય છે અને ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે. બોટનિકલ ગાર્ડન, ઉટી લેક અને ડોડાબેટ્ટા પીકની મુલાકાત લેવાનો આનંદ માણો.
Published at : 25 Jun 2024 12:48 PM (IST)
આગળ જુઓ
Advertisement





















