શોધખોળ કરો
EPFO New Rule: EPFO એ બદલ્યો નિયમ, નામથી લઈ જન્મતારીખ... હવે ડોક્યૂમેન્ટ વગર થશે અપડેટ
EPFO New Rule: EPFO એ બદલ્યો નિયમ, નામથી લઈ જન્મતારીખ... હવે ડોક્યૂમેન્ટ વગર થશે અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના સભ્યોને રાહત આપવા અને અપડેટ પ્રક્રિયાને સરળ બનાવવા નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે કર્મચારીઓ સરળતાથી EPF પ્રોફાઇલ અપડેટ કરી શકશે. આ માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે નહીં. EPFOના આ નિર્ણયથી પેન્ડિંગ અરજીઓ ધરાવતા 3.9 લાખ સભ્યોને ફાયદો થશે.
2/6

EPFO સિસ્ટમમાં ઘણા અપડેટ્સ આવ્યા છે. નવીનતમ અપડેટ એ છે કે સભ્યો કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના નામ, જન્મ તારીખ, જાતિ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, લગ્નની સ્થિતિ, જીવનસાથીનું નામ, એન્ટ્રી અને એક્ઝીટની ડેટ સહિતની તેમની વ્યક્તિગત માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે.
3/6

EPFOએ માહિતી આપી છે કે આ સુવિધા એવા સભ્યો માટે છે જેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની ચકાસણી આધાર સાથે કરવામાં આવી છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ફરિયાદો ઘટાડવા અને પેન્ડિંગ વિનંતીઓને ઝડપી બનાવવાનો છે. અગાઉ, ફેરફાર માટે એમ્પ્લોયર પાસેથી ચકાસણી જરૂરી હતી, જેમાં લગભગ 28 દિવસનો સમય લાગતો હતો.
4/6

હવે લગભગ 45 ટકા વિનંતીઓ સભ્ય દ્વારા સેલ્ફ એપ્રુવ્ડ થઈ શકે છે. અન્ય 50 ટકા EPFOની ભાગીદારી વગર એમ્પ્લોયરની મંજૂરીથી જ પતાવટ કરી શકાય છે. જો કે, આ માટે સભ્યોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના આધાર અને PAN EPF ખાતા સાથે જોડાયેલા છે, કારણ કે તે કોઈપણ અપડેટ અથવા ઉપાડ માટે ફરજિયાત છે. તેના વગર વિનંતી પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે.
5/6

PIB અનુસાર, હાલમાં સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોમાંથી લગભગ 27 ટકા ફરિયાદો પ્રોફાઇલ અને KYC મુદ્દાઓ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે નવી પ્રક્રિયા આ ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પ્રોફાઇલ ફેરફારો માટે, સભ્યએ દસ્તાવેજો સબમિટ કરવા અને એમ્પ્લોયરની મંજૂરીની રાહ જોવી પડશે નહીં.
6/6

આ માટે UAN ને આધાર સાથે લિંક કરવું જોઈએ. સભ્યોએ EPFO પોર્ટલ અથવા UMANG એપમાં લોગ ઈન કરીને અપડેટ્સ માટે વિનંતી કરવી પડશે.
Published at : 25 Jan 2025 05:33 PM (IST)
આગળ જુઓ





















