શોધખોળ કરો
સોનામાં મોટી પછડાટ! એક જ દિવસમાં ₹૩૪૦૦ નો ધરખમ ઘટાડો, જાણો અચાનક સોનામાં કેમ બોલી ગયો આટલો મોટો કડાકો
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ₹૯૬,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો; અમેરિકા ચીન વેપાર સમજૂતી અને ભૂ રાજકીય તણાવ ઘટવાથી રોકાણકારો સલામત રોકાણથી દૂર થયા; ચાંદીના ભાવ પણ તૂટ્યા, વૈશ્વિક બજારમાં પણ મોટો ઘટાડો
Gold rate today: આજે સોનાના ભાવમાં એક જ દિવસમાં કંપારી છૂટે તેવો ઘટાડો નોંધાયો છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનાના ભાવમાં ₹૩,૪૦૦ નો ધરખમ ઘટાડો થતાં તે ₹૯૬,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયું હતું. આ ઘટાડો છેલ્લા ૧૦ મહિનામાં સૌથી મોટો છે, અગાઉ ૨૩ જુલાઈ, ૨૦૨૪ ના રોજ ₹૩,૩૫૦ નો ઘટાડો જોવા મળ્યો હતો.
1/6

સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનાના ભાવમાં આશ્ચર્યજનક રીતે ₹૩,૪૦૦ નો ઘટાડો જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ઘટીને ₹૯૬,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો, જે શનિવારે ₹૯૯,૫૦૦ પર બંધ થયો હતો. ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ ₹૯૯,૯૫૦ થી ઘટીને ₹૯૬,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું. આગળ વાંચો ભાવ ઘટાડા પાછળના મુખ્ય કારણો:
2/6

૧. અમેરિકા ચીન વેપાર વાટાઘાટોમાં પ્રગતિ: નિષ્ણાતોના મતે, સોનાના ભાવમાં તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટોમાં થયેલી પ્રગતિ છે. સપ્તાહના અંતે જીનીવામાં થયેલી વાટાઘાટો બાદ, અમેરિકાએ ચીની માલ પરનો ૧૪૫ ટકાનો ટેરિફ દર ઘટાડીને ૩૦ ટકા કરવા સંમતિ આપી, જ્યારે ચીન ૯૦ દિવસના સમયગાળા માટે યુએસ માલ પરનો ટેરિફ દર ઘટાડીને ૧૦ ટકા કરવા સંમત થયું. આને કારણે વેપારીઓ 'સલામત રોકાણ વિકલ્પ' એટલે કે સોનામાંથી બહાર નીકળીને જોખમી અસ્કયામતો તરફ વળ્યા.
Published at : 12 May 2025 07:56 PM (IST)
આગળ જુઓ





















