શોધખોળ કરો
Gold Rate Today: નવા વર્ષ પહેલા સોનાના ભાવમાં બમ્પર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Today’s Gold Rate: દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹78,850 પ્રતિ 10 ગ્રામ, ચાંદી ₹90,800 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં વધારો.
Gold Rate Today 27th December 2024: નવા વર્ષની શરૂઆત પહેલાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 27મી ડિસેમ્બર 2024ના રોજ ગુરુવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 250 રૂપિયાના વધારા સાથે 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. બીજી તરફ હાજર બજારમાં ચાંદી 300 રૂપિયાના ઉછાળા સાથે 90,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી.
1/5

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. એમસીએક્સ એક્સચેન્જ પર, 5 ફેબ્રુઆરી, 2025ના રોજ ડિલિવરી માટે સોનું પ્રારંભિક વેપારમાં 0.13 ટકા અથવા 103 રૂપિયાના વધારા સાથે 76,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
2/5

સોના ઉપરાંત ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્સચેન્જ પર, 5 માર્ચ, 2025ના રોજ ડિલિવરી માટે ચાંદી પ્રારંભિક વેપારમાં 0.30 ટકા અથવા 269 રૂપિયાના વધારા સાથે 89,905 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
Published at : 27 Dec 2024 03:56 PM (IST)
આગળ જુઓ





















