શોધખોળ કરો
સોના-ચાંદીના ભાવમાં જબ્બર ઘટાડો: ચાંદી ₹20,000 સસ્તી થઈ! દિવાળી બાદ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ જાણો
દિવાળીના બીજા દિવસે MCX પર સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 1 કિલો ચાંદીના ભાવમાં ₹8,000 નો મોટો ઘટાડો થયો, જેના કારણે તે ₹1.5 લાખની સપાટીથી નીચે આવી ગઈ.
Gold Silver Rate: આ ઘટાડા સાથે, ચાંદી તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર ₹1.70 લાખ પ્રતિ કિલોથી ₹20,000 જેટલી સસ્તી થઈ ગઈ છે. સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે; 5 ડિસેમ્બરના વાયદા માટે 10 ગ્રામ સોનું ₹2,500 ઘટીને ₹1,28,000 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર ₹1.32 લાખથી ₹4,000 ઓછું છે. IBJA (ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન) પર ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,26,730 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹1,60,730 પ્રતિ કિલોગ્રામ હતો.
1/5

દિવાળીના તહેવાર બાદ તરત જ, બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર મંગળવારે ટ્રેડિંગ દરમિયાન ચાંદી ની કિંમતોમાં મોટો કડાકો બોલાયો. 1 કિલો ચાંદીના ભાવમાં ₹8,000 નો ઘટાડો થતાં તે ₹1.5 લાખની સપાટીથી નીચે આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવાર, 17 ઓક્ટોબર ના રોજ MCX પર ચાંદીનો ભાવ ₹1.70 લાખને પાર કરી ગયો હતો.
2/5

આજના ઘટાડા સાથે, ચાંદી તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર થી પ્રતિ કિલો દીઠ આશરે ₹20,000 જેટલી સસ્તી થઈ ગઈ છે. સોમવારે, 20 ઓક્ટોબર ના રોજ, જ્યારે બજાર ખુલ્યું ત્યારે પણ ચાંદીના ભાવમાં ₹11,000 નો મોટો ઘટાડો નોંધાયો હતો. આનો સ્પષ્ટ અર્થ એ છે કે છેલ્લા થોડા દિવસોમાં ચાંદીમાં રોકાણકારો માટે મોટી ઉથલપાથલ જોવા મળી છે.
Published at : 21 Oct 2025 04:24 PM (IST)
આગળ જુઓ
Advertisement





















