શોધખોળ કરો
IBPS Clerk Vacancy 2025: IBPS Clerkના 10,277 પદો પર ભરતી, ઓક્ટોબરમાં યોજાશે પરીક્ષા
IBPS Clerk Recruitment 2025: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ હજારો ક્લાર્ક પોસ્ટ્સની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

IBPS Clerk Recruitment 2025: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ હજારો ક્લાર્ક પોસ્ટ્સની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ઓગસ્ટ એટલે કે આજથી શરૂ થઈ રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 છે. જો તમે પણ સરકારી બેન્કમાં ક્લાર્કની નોકરી કરવા માંગતા હોવ તો IBPS ની સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in પર જઈને ઓનલાઈન અરજી કરો. આ ભરતી અભિયાન હેઠળ કુલ 10,227 પોસ્ટ્સ ભરવામાં આવશે.
2/5

IBPS ક્લાર્ક નોટિફિકેશન મુજબ, આ ભરતી માટે પ્રારંભિક પરીક્ષા ઓક્ટોબર 2025માં લેવામાં આવશે. ત્યારબાદ આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જે નવેમ્બર 2025માં લેવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને તેના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.
Published at : 01 Aug 2025 02:57 PM (IST)
આગળ જુઓ





















