શોધખોળ કરો
ઉજ્જવલા યોજનામાં મળતું LPG સિલિન્ડર આટલું મોઘું થયું, જાણો કઈ મહિલાઓને લાગશે ફટકો
LPG gas price hike: સરકારે LPG સિલિન્ડરના ભાવમાં ₹૫૦નો વધારો કર્યો, ઉજ્જવલા લાભાર્થીઓને હવે ₹૫૫૦માં મળશે સિલિન્ડર, સામાન્ય ગ્રાહકો માટે કિંમત ₹૮૫૩.
LPG cylinder new price: મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સરકારે આજે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે. સિલિન્ડરની કિંમતમાં સીધો ₹૫૦નો વધારો કરવામાં આવ્યો છે, જેની અસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલિન્ડર પર પણ પડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે માહિતી આપી હતી.
1/5

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ નવી કિંમતો આવતીકાલ એટલે કે ૮મી એપ્રિલથી લાગુ થશે. આ વધેલી કિંમતો સામાન્ય અને સબસિડી એમ બંને શ્રેણીના ગ્રાહકો માટે લાગુ પડશે. આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પણ વધારો કર્યો હતો અને હવે ગેસના ભાવ વધવાથી સામાન્ય જનતા પર વધુ બોજ પડશે.
2/5

વધેલી કિંમતો અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹૫૦નો વધારો કરવામાં આવ્યો છે.
Published at : 07 Apr 2025 07:42 PM (IST)
આગળ જુઓ





















