શોધખોળ કરો
પોસ્ટ ઓફિસમાંથી પણ હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાશે, ગ્રામીણ રોકાણકારોને થશે ફાયદો, જાણો શું છે પ્રોસેસ
ભારતીય પોસ્ટ વિભાગ અને એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) વચ્ચેના ઐતિહાસિક કરાર બાદ હવે દેશભરની પોસ્ટ ઓફિસોમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું શક્ય બન્યું છે.
પોસ્ટ ઓફિસમાંથી પણ હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાશે
1/5

પોસ્ટ વિભાગ (DoP) અને AMFI એ એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ મ્યુચ્યુઅલ ફંડ વિતરકો તરીકે કામ કરશે. આ કરાર 21 ઓગસ્ટ, 2028 સુધી માન્ય રહેશે અને તે નવીનીકરણીય છે. 1.64 લાખથી વધુ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીને, આ પહેલ મ્યુચ્યુઅલ ફંડને નાના શહેરો અને ગામડાઓમાં પહોંચાડશે.
2/5

આ પગલાથી ગ્રામીણ રોકાણકારો માટે KYC પ્રક્રિયા પણ સરળ બનશે, અને તેમને રોકાણ કરવા માટે વિશ્વસનીય પ્લેટફોર્મ મળશે. આ પહેલથી ભારતના આર્થિક વિકાસમાં ગ્રામીણ ભારતની ભાગીદારી વધશે.
Published at : 25 Aug 2025 08:43 PM (IST)
આગળ જુઓ





















