શોધખોળ કરો
બાયોડેટા તૈયાર રાખો! આ દિગ્ગજ ભારતીય કંપની આ વર્ષે 40000 લોકોની સીધી ભરતી કરશે
IT Jobs: ટાટા કન્સલ્ટન્સી સર્વિસે જૂન ક્વાર્ટરમાં 5452 નોકરીઓ આપી છે. કંપનીના કર્મચારીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા લગભગ 6.5 લાખ સુધી પહોંચવાની ધારણા છે.
IT Jobs: IT ક્ષેત્ર છેલ્લા એક વર્ષથી આર્થિક મંદીની પકડમાં છે. જેના કારણે નોકરીઓ પર પણ નકારાત્મક અસર પડી છે. ભારત સહિત વિશ્વભરમાં 2 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે.
1/6

IT સેક્ટરમાં ચાલી રહેલી છટણીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)એ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, દેશની સૌથી મોટી IT કંપનીએ આ વાતાવરણમાં પણ નોકરી શોધી રહેલા લોકોને મોટી રાહત આપી છે. કંપનીએ આ વર્ષે લગભગ 40 હજાર ફ્રેશર્સને નોકરી આપવાનું આયોજન કર્યું છે.
2/6

ટાટા કન્સલ્ટન્સી સર્વિસે માહિતી આપી છે કે તેણે જૂન ક્વાર્ટરમાં 5452 કર્મચારીઓ ઉમેર્યા છે. આ સાથે કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા વધીને 606,998 થઈ ગઈ છે. કંપની નાણાકીય વર્ષ 2024-25 ના અંત સુધી ફ્રેશર્સ ઉમેરવાનું ચાલુ રાખશે. TCS અનુસાર, આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેના કર્મચારીઓની કુલ સંખ્યા લગભગ 6.5 લાખ થઈ જશે.
Published at : 15 Jul 2024 08:51 PM (IST)
આગળ જુઓ





















