શોધખોળ કરો
અમદાવાદના પરિવારને દ્વારકા નજીક નડ્યો અકસ્માત, અન્ય કાર સાથે ટક્કર થતા ચાર લોકોના મૃત્યુ
1/4

દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયો છે. તમામ મૃતકો અમદાવાદના હોવાનુ સામે આવ્યું છે. દ્વારકાના ચરખલા નજીક બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
2/4

આ અકસ્માતમાં બાળકનો આબાદ બચાવ થયો છે. જોકે, તેને પગલા ઈજા પહોંચતા તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ૩ મહિલા ૧ પુરુષ નું મોત થયું છે. જ્યારે 1 ઇજાગ્રસ્ત છે. અકસ્માતની જાણ થતાં બે ૧૦૮ એમ્બ્યુલન્સ અને દ્વારકા પાલિકા ફાયર પહોંચી હતી. તમામને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે.
Published at : 10 Dec 2021 08:38 PM (IST)
આગળ જુઓ




















