શોધખોળ કરો
9/11 Attack: અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઘૂસી ગયા હતા પ્લેન, ચારેબાજુ હતો ભયનો માહોલ – જુઓ તસવીરો
11 સપ્ટેમ્બર અમેરિકા માટે કાળો દિવસ સાબિત થયો. અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેશે કરેલા આતંકી હુમલાએ અમેરિકાને હચમચાવી નાખ્યું હતું. આ હુમલો વર્ષ 2001માં થયો હતો જેને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે.
9/11 terrorist attack
1/10

21 વર્ષ પહેલા આ દિવસે અલ કાયદાએ હાઇજેક કરેલા વિમાનથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં લગભગ 3 હજાર લોકોના મોત થયા હતા.
2/10

આ સમય સવારે 8.30 નો હતો. 45 મિનિટમાં હાઇજેક પ્લેન ન્યુયોર્કનું ગૌરવ ગણાતી 110 માળની ઈમારતમાં ઘૂસાડવામાં આવ્યું હતું અને પત્તાના મહેલની માફક ઈમારત તૂટી પડી હતી.
3/10

આ હુમલો કરવા માટે અલ કાયદાએ 4 પેસેન્જર પ્લેન હાઇજેક કર્યા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બે પ્લેન અથડાયા હતા, જ્યારે ત્રીજું પ્લેન પેન્ટાગોન અને ચોથું પ્લેન એક મેદાનમાં ક્રેશ થયું હતું.
4/10

સવારે 8.46 કલાકે આતંકવાદીઓએ અમેરિકન પ્લેન નંબર 11ને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાવીને હાહાકાર મચાવ્યો હતો. સવારે 9.03 કલાકે આતંકવાદીઓએ ફ્લાઈટ નંબર 175ને હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ ટાવર સાથે ટકરાવ્યું હતું.
5/10

આતંકવાદીઓએ સવારે લગભગ 10.03 વાગ્યે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ત્રીજા વિમાનને ટકરાવ્યું હતું.
6/10

આ આતંકી હુમલામાં 2974 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભયાનક ઘટનાને અંજામ આપનારા 19 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
7/10

2011 માં, આતંકવાદી હુમલાના 10 વર્ષ પછી, યુએસ સૈનિકોએ ઓસામા બિન લાદેનને જીવતો પકડી લીધો અને તેને ઠાર માર્યો. ઓસામા પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી માત્ર 60 કિલોમીટર દૂર મળી આવ્યો હતો, જેને ત્યાં ખતમ કરી દેવામાં આવ્યો હતો
8/10

ખુદ બરાક ઓબામાએ ઓસામા બિન લાદેનના મોતની પુષ્ટિ કરી હતી. ઓસામાના મોતના સમાચાર બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
9/10

અમેરિકન પ્રેસિડેન્ટ હાઉસની બહાર હજારો લોકો એકઠા થયા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
10/10

આ હુમલાની યાદો તાજી થતાં જ હજુ પણ અમેરિકન વાસીઓ કંપી ઉઠે છે.
Published at : 11 Sep 2022 10:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
