શોધખોળ કરો
New Delhi: દિલ્હી પહોંચ્યા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન
1/7

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસ યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ.એ.કે.અબ્દુલ મોમેને રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "તેઓ એક સત્તાવાર મુલાકાત છે અને તેઓ (હસીના) ભારતીય વડાપ્રધાન મોદીના આમંત્રણ પર દિલ્હી જઈ રહ્યા છે. મોમેને કહ્યું કે શેખ હસીના અને મોદી વચ્ચેની બેઠક દરમિયાન સુરક્ષા સહયોગ, રોકાણ, વેપાર સંબંધોમાં વધારો , પાવર અને ઉર્જા ક્ષેત્રે સહકાર, નદીઓની વહેંચણી, જળ સંસાધન વ્યવસ્થાપન, સરહદ વ્યવસ્થાપન અને માદક દ્રવ્યોની હેરાફેરી અને માનવ તસ્કરીને લગતા મુદ્દાઓ વચ્ચેની વાટાઘાટો દરમિયાન પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે.બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
2/7

બાંગ્લાદેશના વિદેશમંત્રી પણ શેખ હસીના સાથે ભારત પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન જે કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે તેમાં જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ અંગેના કરારોનો સમાવેશ થાય છે.
Published at : 05 Sep 2022 02:38 PM (IST)
આગળ જુઓ





















