શોધખોળ કરો
IRCTC Tour: ગોવાના સુંદર Beachની લેવી છે મજા, તો આ ટૂર પેકેજ દ્વારા બનાવો પ્લાન, જાણો કેટલો થશે ખર્ચ

ફાઇલ તસવીર
1/7

IRCTC Goa Tour Package: જ્યારે ભારતના શાનદાર બીચની વાત થાય છે, તો તેમાં ગોવાના બીચનુ નામ જરૂર સામેલ થાય છે. ગોવા પોતાની સુંદરતા અને મસ્તી માટે જાણીતુ છે. દર વર્ષે લાખો સહેલાણીઓ ગોવા જાય છે.
2/7

જો તમે પણ ગોવા ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન તમારા માટે એક સ્પેશ્યલ ટૂર (IRCTC Tour Package) લઇને આવ્યું છે. અમે તમને આ ટૂર પેકેજની ડિટેલ્સ વિશે બતાવીએ છીએ. (PC: Freepik)
3/7

IRCTCએ સ્પેશ્યલ ટૂર પેકેજનુ નામ રાખ્યુ છે Goa Delights. આ ટૂરની શરૂઆત છત્તીસગઢના રાયપુરથી થશે. આ આખુ પેકેજ 4 દિવસ અને 3 રાતનુ છે. આ પેકેજમાં તમને ગોવાની કેટલીય સુંદર જગ્યાઓ જેવી કે કલંગુટ બીચ, અંજુના બીચ, વાગાટૉર બીચ, ફોર્ટ અગુઆડા અને સાઉથ ગોવામાં બેસિલિકા ઓફ બૉમ જીસસ, મંડોવી રિવર ક્રૂઝ વગેરે ફરવાનો મોકો મળે છે. (PC: Freepik)
4/7

આ ટૂરની શરૂઆત 15 ઓગસ્ટ 2022 થી થશે. ટૂરમાં તમને ફ્લાઇટથી ટ્રાવેલ કરવાનો મોકો મળે છે અને તમે Comfort ક્લાસ દ્વારા ટ્રાવેલ કરશો. (PC: Freepik)
5/7

સૌથી પહેલા તમે રાયપુરથી દિલ્હી આવશે અને પછી દિલ્હીથી ગોવા ફ્લાઇટ (Delhi to Goa Flight) થી જ ટ્રાવેલ કરશો. આ પેકેજમાં તમને કેટલાય પ્રકારની સુવિધાઓ મળશે, જેમે કે ડિલક્સ હૉટલમાં રોકાવવાનો મોકો મળશે. (PC: Freepik)
6/7

આની સાથે જ દરરોજ તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળે છે, તમારી પુરેપુરી યાત્રાનુ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ કરાવવામાં આવશે, આની સાથે જ બુકિંગમાં GST સામેલ હશે. (PC: Freepik)
7/7

જો તમે આ ટ્રિપ પર એકલા યાત્રા કરો છો, તો તમારે 29,825 રૂપિયા ચૂકવવા પડશે, વળી, બે લોકોને 24,840 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી આપવી પડશે. ત્રણ લોકોને પ્રતિ વ્યક્તિ 24,660 રૂપિયાની ફી આપવી પડશે. બાળકો માટે તમારે અલગથી ચૂકવણી કરવી પડશે. આ ટૂરની વધુ જાણકારી લેવા માટે તમે IRCTC ની વેબસાઇટ https://irctctourism.com/pacakage_description?packageCode=SCBSA09 પર વિઝીટ કરી શકો છો. (PC: Freepik)
Published at : 02 Jul 2022 03:10 PM (IST)
View More
Advertisement