શોધખોળ કરો
Christmas 2022: ચર્ચથી લઈને બજારમાં ઉમટ્યો માનવ મહેરામણ... દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ ક્રિસમસ-PHOTOS
Christmas 2022: સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. બજારો અને ચર્ચોમાં લોકોની ભીડ જોવા મળી હતી. તસવીરોમાં જુઓ ક્રિસમસની ઉજવણી.

Christmas Celebration
1/8

ક્રિસમસની ઉજવણી સાથે જ નવા વર્ષના આગમનની દસ્તક સંભળાવા લાગે છે. ઉત્તર પ્રદેશમાં ક્રિસમસની સાંજે લખનૌમાં લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. લખનઉના સેન્ટ જોસેફ કેથેડ્રલ ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે એકઠા થયા હતા.
2/8

ચર્ચની બહાર લોકોએ રાતથી જ રસ્તાઓ પર ઉજવણી કરી હતી. આ તસવીર આસામના ગુવાહાટીની છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ ગુવાહાટી પહોંચ્યા છે.
3/8

આ દિવસ ઇસુ ખ્રિસ્તની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેને ભગવાનના પુત્ર માનવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં લોકો નાતાલની ઉજવણી કરે છે. બિહારના પટનામાં એક ચર્ચની બહાર ક્રિસમસ ડેની ઉજવણી દરમિયાન લોકો મીણબત્તીઓ પ્રગટાવે છે.
4/8

પશ્ચિમ બંગાળમાં ક્રિસમસના અવસર પર કોલકાતાની પ્રખ્યાત પાર્ક સ્ટ્રીટ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. સીપી કોલકાતાએ કહ્યું કે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લગભગ 2500-3000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવે છે.
5/8

ઘણી જગ્યાએ અડધીરાત્રે સામૂહિક પ્રાર્થના સભાઓ દ્વારા નાતાલની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ તસવીર ભોપાલની છે.
6/8

રવિવારે નાતાલની ઉજવણી કરવા માટે ભારતના વિવિધ ભાગોમાં લોકો એકઠા થયા હતા. આ તસવીર જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની છે.
7/8

મુંબઈમાં મરીન ડ્રાઈવ અને અન્ય ઘણી જગ્યાએ લોકો ક્રિસમસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
8/8

નાતાલ એ આનંદનો તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીઓ દ્વારા ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તસવીર રાજસ્થાનના અજમેરની છે.
Published at : 25 Dec 2022 10:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
