દેશમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા 3 લાખથી વધુ થઇ ગઇ છે. હાલત એ છે કે, લોકોને ઇલાજ માટે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં.
2/9
દેશની આ તસવીરો દરેક વ્યક્તિની સંવેદના ઝંઝોળી દે છે. લોકોને હોસ્પિટલમાં ઓક્સિજન નથી મળી રહ્યો. હોસ્પિટલની બહાર પણ કંઇક આવા દ્રશ્યો છે.
3/9
દેશભરમાં બસ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જ્યાં સ્વજનની જિંદગી માટે પરિજનનો સંઘર્ષ અને તેની સામે સિસ્ટમની નિષ્ફળતા જોવા મળી રહી છે.
4/9
આ સળગતી ચિંતા કહી કહી છે કે. દેશમાં એક એવી બીમારીએ દસ્તક દીધી છે. જેને માટે હજુ દેશને ઘણી તૈયારીઓ કરવાની જરૂર હતી.
5/9
દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા દિલ્લી, કર્ણાટકમાં લોકડાઉન કરી દેવાયું છે પરંતુ તેમ છતાં પણ કેસ ઓછા થવાનું નામ નથી લેતા...
6/9
દિલ્લીની એક નહી અનેક હોસ્પિટલમાં ઓક્સિજન ખતમ થવાની રોજ રજૂઆતો થતી રહે છે. દિલ્લી પોલીસે હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.
7/9
દિલ્લીની શાંતિ મુકંદ હોસ્પિટલમાં માત્ર 2 કલાકનો જ ઓક્સિજન બચ્યો હતો. ત્યારબાદ દિલ્લી પોલીસે મોદીનગરથી ઓક્સિનજની વ્યવસ્થા કરાવી.
8/9
મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્ફ્યુના સખ્ત નિયમો ઘડ્યાં છે પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
9/9
ઉત્તરપ્રદેશની સ્થતિ પણ ચિંતાજનક છે. અહીં પણ હોસ્પિટલ હાઉસ ફુલ છે તો હોસ્પિટલની બહાર એમ્બલ્યુલન્સની લાઇન અને સ્મશાનમાં મૃતદેહની કતાર... દરેક દ્રશ્યો માનવતા પર આઘાત સમાન છે.