Corona virus:કોરોનાની બીજી લહેરમા કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પીક પર ગયા બાદ તેમાં ઘટાડી પ્રક્રિયા બહુ લાંબી હોઇ શકે છે. જાણીતા વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે. ભારતમાં આ સપ્તાહ સતત સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે.
2/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, હાલ ભારતમા દેશમાં કોરોનાની પહેલી લહેરમાં રોજ સતત 96,000-97000 કેસની સામે બીજી લહેરમાં આપણે 4 લાખ કેસ જોયા. તો તેને નીચે આવવામાં વધુ સમય લાગે છે. વાયરલોજિસ્ટ માને છે કે, ભારતમાં લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોને ન અનુસરીને કોવિડ વાયરસને સંક્રમણનો અવસર આપ્યો છે.
3/5
તેમણે જણાવ્યું કે, દેશનો એક વર્ગ હજુ પણ વેક્સિનને સુરક્ષિતન નથી માનતો. વેક્સિનની નજીવી સાઇડ ઇફેક્ટ સિવાય કોઇ આડઅસર નથી તો વેક્સિનથી વાયરસથી મોતને ચોક્કસ રોકી શકાય છે. મહામારીના સમયમાં આ ખૂબ જ રાહત આપતી હકીકત છે. જેતી વેક્સિન દરેક લોકોએ લેવુી જોઇએ.
4/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, કોરોના મહામારીની બીજી લહેરની અસર જુલાઇ સુધી જોવા મળશે તેમજ સ્પ્ટેમ્બર અને નવેમ્બરમાં ફરી ત્રીજી કોરોનની લહેર આવી જશે. જો કે ત્યાં સુધીમાં જો વધુ લોકો વે્ક્સિનેટ થશે તો ત્રીજી લહેરની ભયાવહતાને આપણે ઓછી કરી શકીશું,
5/5
વાયરલોજિસ્ટ શાહિદ જામિલે, વેક્સિનેશનની પક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યાં, વાયરલોજિસ્ટ શાહિદ જામિલે કહ્યું કે, જ્યારે આપની પાસે સમય હતો ત્યારે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં વેક્સિનનેશન ન થઇ શક્યું, બીજી લહેર આવી ત્યારે માત્ર 2 લોકોને જ આપણે વેક્સિનેટ કરી શકયા હતા. બીજી લહેર બાદ માર્ચના ત્રીજા સપ્તાહમાં વેક્સિનનેશન તેજીથી શરૂ થયું. જે ધણું મોડું હતું.