શોધખોળ કરો
Delhi BJP Protest: દિલ્હીમાં AAP સરકાર વિરુદ્ધ ભાજપે ખોલ્યો મોરચો, લગાવ્યા આ આરોપ
BJP Protest On Water Crisis: દિલ્હીમાં જળ સંકટ વચ્ચે ભાજપ દિલ્હી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. ભાજપે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ફોટોઃ X
1/8

BJP Protest On Water Crisis: દિલ્હીમાં જળ સંકટ વચ્ચે ભાજપ દિલ્હી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. ભાજપે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પાર્ટીના નેતાઓએ સરકાર પર સમસ્યાનો ઉકેલ શોધવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
2/8

ખાનપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા બીજેપી સાંસદ રામવીર સિંહ બિધૂડીએ કહ્યું કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકો સાથે પાણીની રમત રમવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. તેમણે ખોટુ બોલીને દિલ્હીની જનતા પાસેથી મત લીધા છે અને ત્રણ વખતથી સરકારમાં હોવા છતાં પાણી માટે કોઈ કામ કર્યું નથી. જ્યારે તેમણે ડઝનેક વખત દિલ્હીના લોકોને વચન આપ્યું હતું કે તેઓ તેમને 24 કલાક નળનું પાણી આપશે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે મુરાદનગરમાંથી 150 MGD પાણી મેળવવાની વાત કરી હતી જે પાઇપલાઇન દ્વારા દિલ્હી લાવવામાં આવશે પરંતુ તે પણ કરવામાં આવ્યું નથી. કેજરીવાલ સરકાર છેલ્લા 10 વર્ષમાં એક પણ વોટર ટ્રીટમેન્ટ બનાવી શકી નથી.
Published at : 18 Jun 2024 12:34 PM (IST)
આગળ જુઓ





















