શોધખોળ કરો
PHOTOS: ટ્રેનના કોચમાં શરૂ થયું 'રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ', શાનદાર દેખાવ અને ખાવાની શ્રેષ્ઠ સુવિધા

રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ
1/4

નાગપુર સ્ટેશનની બહાર નિવૃત્ત રેલ કોચમાં "રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ" શરૂ કરવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ સ્થાનિક સંસ્કૃતિના આધારે શણગારવામાં આવી છે. નાસ્તા અને મીઠાઈ માટે પ્રખ્યાત હલ્દીરામે આ રેલ કોચમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી છે.
2/4

'રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ' નાગપુર રેલ્વે સ્ટેશનના પશ્ચિમ પ્રવેશદ્વાર પાસે આવેલું છે. આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં 40 લોકો માટે બેઠક વ્યવસ્થા છે. “રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ”માં એક આલીશાન ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ભારત સહિત તમામ પ્રકારની વાનગીઓ મળશે.
3/4

આ રેસ્ટોરન્ટ 24 કલાક અને 7 દિવસ ખુલ્લી રહેશે. તેના રેલ્વે મુસાફરોની સાથે સામાન્ય નાગરિકો પણ આવી શકે છે.
4/4

આ રેસ્ટોરન્ટને રોયલ લુક આપવામાં આવ્યો હતો જેથી મુલાકાતીઓ રેલ્વેના શરૂઆતના દિવસોના તે કોચની અનુભૂતિ કરી શકે, જેમાં અન્ય સુવિધાઓ સાથે તમામ પ્રકારનું ભોજન આપવામાં આવતું હતું. જો કે, તે સમયે ફક્ત રાજવી પરિવારના સભ્યો અથવા પ્રભાવશાળી લોકો જ આવા કોચ અથવા ટ્રેનમાં મુસાફરી કરતા હતા.
Published at : 04 Feb 2022 07:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
