શોધખોળ કરો
G20 Summit India: દુનિયાના દિગ્ગજોએ રાત્રિભોજમાં ભારતીય વ્યંજનની માણી લિજ્જત, જુઓ તસવીરો
G20 Summit India: G20ના ડિનર કાર્યક્રમમાં દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ડિનર પાર્ટીમાં યુપીના સીએમ યોગી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં હતા

G 20 સમિટનો ડિનર કાર્યક્રમ
1/8

G20 Summit India: G20ના ડિનર કાર્યક્રમમાં દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ડિનર પાર્ટીમાં યુપીના સીએમ યોગી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં હતા
2/8

એ ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો દિવસ છે. શનિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડિનર કાર્યક્રમમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમની પત્નીઓ સાથે સામેલ થયા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનર કાર્યક્રમમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો.
3/8

આ દરમિયાન ઘણા નેતાઓએ એકસાથે તેમના ફોટા પણ ક્લિક કર્યા હતા. આ ડિનર પ્રોગ્રામ માટે દેશના તમામ મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ભાજપ શાસિત રાજ્યો ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ રાષ્ટ્રપતિની ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી.
4/8

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે ઝારખંડના મુખ્યમંત્રી જી20 ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ જી-20 ડિનર કાર્યક્રમમાં સામેલ થયા હતા
5/8

આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ સિંગાપોરના પીએમ સાથે ફોટો પડાવ્યો. આ સિવાય તેણે બ્રિટિશ સીએમ ઋષિ સુનક સાથે પણ ફોટો પડાવ્યો હતો. ડિનર કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ સામેલ થયા હતા.
6/8

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, કેરળના સીએમ પી વિજયન ડિનર, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
7/8

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જી-20 ડિનર કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે કોંગ્રેસની નારાજગી જોવા મળી હતી. આ કારણથી છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ડિનર પ્રોગ્રામથી દૂર રહયા હતા.
8/8

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ બ્રિટનના પીએમ ઋષિ સુનક સાથે ફોટો પડાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન મોદીએ ભારત મંડપમમાં યુએસ પ્રમુખ જો બિડેન સહિત G-20 નેતાઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. G20ના મહેમાનોએ રાત્રિભોજનમાં ભારતીય ભોજનનો સ્વાદ ચાખ્યો હતો.
Published at : 10 Sep 2023 01:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
