શોધખોળ કરો
Weather Update: વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી, ઉત્તરાખંડ, બિહાર સહિત આ રાજ્યોમાં ક્યારે થશે વરસાદ ? જાણો હવામાન વિભાગનું અપડેટ
Weather Update: વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી, ઉત્તરાખંડ, બિહાર સહિત આ રાજ્યોમાં ક્યારે થશે વરસાદ ? જાણો હવામાન વિભાગનું અપડેટ

વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી
1/10

ભારતમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને અત્યાર સુધીમાં અનેક મકાનો, વાહનો અને લોકો તણાયા છે. હવામાન વિભાગ (IMD)એ વરસાદને લઈને અપડેટ જાહેર કર્યું છે.
2/10

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 અને 12 જુલાઈએ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. (આ તસવીર મથુરાની છે, અહીં ભારે વરસાદ પછી પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવા માટે સ્થાનિક લોકો ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરી રહ્યાં છે.)
3/10

11 જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. (આ તસવીર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની છે, ભારે વરસાદ દરમિયાન સ્થાનિકો બ્યાસ નદી પરનો પુલ પાર કરતા જોઈ શકાય છે.)
4/10

આ સિવાય ઓડિશા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા, ગુજરાત, ગોવા, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ છે. (આ તસવીર ગુરુગ્રામ જિલ્લાની છે, ભારે ચોમાસાના વરસાદ પછી રહેવાસીઓ રહેણાંક સંકુલમાં પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થતા જોઈ શકાય છે.)
5/10

12 જુલાઈએ ભારતના પૂર્વ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળશે. બિહાર, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. (પટિયાલામાં પણ અવિરત વરસાદને કારણે નદીઓ બે કાંઠે થઈ છે, બચાવ ટીમના સભ્યો પૂરથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે કામ કરી રહ્યા છે.
6/10

ઉત્તરાખંડમાં 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ગુજરાત, ગોવા, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. (આ તસવીર પંચકુલાની છે, જ્યાં ભારે વરસાદે રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો છે.)
7/10

13 જુલાઈએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે. (આ ફોટો નવી દિલ્હીના વિજય ચોક પાસેનો છે.)
8/10

હાલમાં દિલ્હી, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ, જમ્મુ, ઉત્તરાખંડ, યુપીના ઘણા વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. દિલ્હીમાં તમામ MCD અને MCD સંલગ્ન શાળાઓ મંગળવારે પણ બંધ રહેશે. (આ ફોટો પટિયાલાનો છે.)
9/10

ભારે વરસાદ બાદ દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનનું કહેવું છે કે આ મંગળવારે (11 જુલાઈ) ના રોજ 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરવાની સંભાવના છે.
10/10

નવી દિલ્હીમાં વરસાદના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પાણી ભરાઈ ગયો છે. સોમવારે (10 જુલાઇ) પાણી ભરાવાને કારણે ટનલને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવી હતી.
Published at : 11 Jul 2023 10:35 PM (IST)
આગળ જુઓ
Advertisement