શોધખોળ કરો
Richest MPs: નવી લોકસભામાં 93 ટકા સાંસદ કરોડપતિ, જાણો કોણ છે ટૉપ-3 અમીર સાંસદો
4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં કુલ 504 સાંસદો કરોડપતિ છે. અમે તમને ટોપ-3 સૌથી અમીર સાંસદો વિશે જણાવી રહ્યા છીએ. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Richest MPs: 4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં કુલ 504 સાંસદો કરોડપતિ છે. અમે તમને ટોપ-3 સૌથી અમીર સાંસદો વિશે જણાવી રહ્યા છીએ. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. 543 ચૂંટાયેલા સાંસદોમાંથી 93 ટકા એટલે કે 504 સાંસદો કરોડપતિ છે. વર્ષ 2019 અને 2014માં કરોડપતિ સાંસદોની સંખ્યા અનુક્રમે 88 અને 82 ટકા હતી.
2/6

આજે અમે તમને લોકસભા ચૂંટણી 2024માં ચૂંટાયેલા ટોપ-3 સૌથી અમીર સાંસદો વિશે જણાવી રહ્યા છીએ. આ તમામની સંપત્તિ હજાર કરોડ રૂપિયાથી વધુની છે.
3/6

ખાસ વાત એ છે કે આ ત્રણેય સાંસદ એનડીએના છે. એડીઆરએ આ વર્ષે ચૂંટાયેલા સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર કરી છે.
4/6

ADRના રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશના ગુંટુરથી ચૂંટાયેલા TDP સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની સૌથી અમીર સાંસદ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 5,705 કરોડ રૂપિયા છે.
5/6

તેલંગણામાં બીજેપીના ચેવેલ્લા સંસદીય મતવિસ્તારમાંથી જીતેલા કોંડા વિશ્વેશ્વરા રેડ્ડી બીજા સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 4,568 કરોડ રૂપિયા છે.
6/6

હરિયાણાના કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નવીન જિંદાલ દેશના ત્રીજા સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 1,241 કરોડ રૂપિયા છે.
Published at : 08 Jun 2024 11:28 AM (IST)
આગળ જુઓ
Advertisement





















