શોધખોળ કરો
UP Election 2022: પ્રથમ તબક્કામાં લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ, આ જિલ્લામાં બમ્પર મતદાન, રહ્યું સૌથી આગળ
પ્રતિકાત્મક તસવીર
1/10

ઉત્તર પ્રદેશમાં, પ્રથમ તબક્કા માટે, ગુરુવારે પશ્ચિમ યુપીના 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી 60.17 ટકા મતદાન થયું હતું. અમુક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે, મેરઠ, બાગપત, આગ્રા સહિત કેટલીક જગ્યાએથી ઈવીએમમાં ખામીની ફરિયાદો આવી હતી, જેને સુધારવામાં આવી હતી.
2/10

સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ લોકો મતદાન મથકે પહોંચવા લાગ્યા હતા. શરૂઆતમાં ઠંડીના કારણે મતદાનની ગતિ ધીમી હતી, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં વેગ આવ્યો.છેલ્લી ચૂંટણીમાં મતદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો હતો, પરંતુ કોવિડ 19 પ્રોટોકોલને કારણે આ વખતે તે વધારીને 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
Published at : 11 Feb 2022 07:30 AM (IST)
આગળ જુઓ





















