શોધખોળ કરો
Vinesh Phogat : શું હવે વિનેશ ફોગાટ લડશે ચૂંટણી? આ પાર્ટીએ ચૂંટણી લડવાની આપી ઓફર
Haryana Assembly Election: હરિયાણામાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

ફોટોઃ ABP live
1/6

Haryana Assembly Election: હરિયાણામાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને ચૂંટણી લડવાની ઓફર કરી છે.
2/6

વાસ્તવમાં આમ આદમી પાર્ટીના હરિયાણા પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તા એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે ફોગાટ વિશે કહ્યું કે તેણે પોતાના દેશમાં લડાઇ લડી અને વિદેશની ધરતી પર પણ યોદ્ધાની જેમ લડાઇ લડી હતી.
3/6

તેમણે કહ્યું કે ભારત સરકારે દેશની અંદર અને વિદેશની ધરતી પર ષડયંત્ર રચ્યું હતું.
4/6

સુશીલ ગુપ્તાએ કહ્યું, “હું હરિયાણાની દીકરી વિનેશ ફોગાટને કહેવા માંગુ છું કે તમે જંતર-મંતર પર લડ્યા અને પેરિસમાં પણ લડ્યા. આખું ભારત તમારી સાથે છે.”
5/6

તેમણે કહ્યું કે હું વિનેશ ફોગાટને આમંત્રણ આપું છું કે આપણે આ તાનાશાહીને જડમૂળથી ઉખાડી ફેંકીશું.
6/6

તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી તમારું સ્વાગત કરે છે. આવો અને આ લડાઈમાં જોડાઓ. અમે સાથે મળીને આ સરમુખત્યારશાહી શાસનને ઉખાડી નાખીશું.
Published at : 09 Aug 2024 02:27 PM (IST)
આગળ જુઓ
Advertisement