શોધખોળ કરો
Weight Loss:ડાયટિંગ કરો છો? તો આ ફળોને બિલકુલ ડાયટમાં ન કરો સામેલ, નહિ તો વજન વધશે

'ડાયટ ટિપ્સ
1/6

જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.જો કે કેટલાક એવા પણ ફળો છે, જે વજન ઉતારવાના બદલે વધારે છે. આ બધા જ ફળો હેલ્થી છે પરંતુ વજન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
2/6

કેરીને ફળનો રાજા કહેવાય છે. જેનો સ્વાદ સૌ કોઇને પસંદ હોય છે પરંતુ જો આપ વજન ઉતારવા માંગતા હો તો કેરીનું સેવન ન કરવું જોઇએ. કેરીમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે, જે વેઇટ લોસના પ્લાનમાં અવરોધ ઉભા કરે છે.
3/6

વજન ઘટાડવા ઇચ્છતાં હો તો હાઇ કેલેરીવાળા ફળો ન ખાવા જોઇએ. અવોકેડોમાં પણ હાઇકેલેરી હોય છે. તે હેલ્ધી ફેટનો સારો સોર્સ છે. તેથી સિમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઇએ.
4/6

પાઇનેપલ ખૂબ જ મીઠું ફળ છે અને તેમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. વજન ઉતારવા માંગતો હો તો અનાનસને અવોઇડ કરવું જોઇએ
5/6

અંગૂર શુગર અને ફેટથી ભરપૂર છે. 100 ગ્રામ અંગુરમાં 67 કેલેરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ કારણે અંગુર ખાવાથી વજન ઘટવાના બદલે વધે છે. શુગર અને ફેટથી ભરપૂર ફળોને ડાયટમાંથી દૂર કરવા જોઇએ.
6/6

કેળા સુપર હેલ્ધી ફ્રૂટ છે પરંતુ જો આપ વધુ માત્રામાં કેળા લેશો તો વજન ઘટાડવાનો પ્લાન ચૌપટ થઇ જશે. કેળામાં ભરપૂર કેલેરી અને શુગર હોય છે. એક કેળામાં 150 કેલેરી હોય છે. આ સ્થિતિમાં આપ 2-3 કેળાં ખાવ છો તો વજન વધવાની શકયતા વધી જાય છે.
Published at : 26 Jun 2021 04:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
