શોધખોળ કરો
PM Modi at France: PM મોદીએ મેક્રોની પત્નીને આપી આ અનોખી ભેટ તો ફ્રાંસિસી રાષ્ટ્રપતિએ આપી આ યાદગાર તસવીર
પીએમ મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM મોદીની મુલાકાતનો આ છેલ્લો દિવસ હતો. આ દરમિયાન બંને સમકક્ષો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. પીએમ મોદીએ ફ્રાન્સમાં ભારતીય ભેટ પણ આપી

PM મોદીનો ફ્રાન્સ પ્રવાસ
1/9

પીએમ મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM મોદીની મુલાકાતનો આ છેલ્લો દિવસ હતો. આ દરમિયાન બંને સમકક્ષો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. પીએમ મોદીએ ફ્રાન્સમાં ભારતીય ભેટ પણ આપી.
2/9

તેમની મુલાકાતના છેલ્લા દિવસે PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદનનો સિતાર આપ્યો છે. જે સિતારની પ્રતિકૃતિ શુદ્ધ ચંદનથી બનેલી છે.
3/9

તેનો એક ભાગ દેશના રાષ્ટ્રીય પક્ષી મોર સાથે દર્શાવવામાં આવ્યો છે. જેમાં ભવ્ય કોતરણી નજરે પડે છે.
4/9

PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની પત્ની અને પ્રથમ મહિલા બ્રિજિટ મેક્રોનને ચંદનના બોક્સમાં સિલ્કની સાડી પણ આપી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ સાડી ભારતના તેલંગાણાના પોચમપલ્લી શહેરમાંથી પોચમપલ્લી સિલ્ક ઈકટ ફેબ્રિકમાંથી બનેલી છે.
5/9

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વડાપ્રધાન મોદીને 1916માં લીધેલા ફોટોગ્રાફની ફ્રેમવાળી પ્રતિકૃતિ ભેટમાં આપી હતી. તસવીરમાં એક પેરિસિયન શીખ અધિકારીને ફૂલ અર્પણ કરતો જોવા મળે છે.
6/9

આ ઉપરાંત, વડા પ્રધાન રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આયોજિત બેસ્ટિલ ડે પરેડમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિએ PM મોદીને ઘણી અનોખી ભેટ આપી હતી.
7/9

ત્યાં સમગ્ર પરેડ દરમિયાન મેક્રોન મોદીને પરંપરાગત પરેડની વિશેષતાઓ વિશે જણાવતા જોવા મળ્યા હતા
8/9

સમારોહમાં ભારતની ત્રણેય સેનાઓની ટુકડીએ પરેડમાં ભાગ લઈને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ અવસર પર ભારતીય વાયુસેના (IAF) ના રાફેલ ફાઈટર એરક્રાફ્ટે પણ ફ્રેન્ચ ફાઈટર જેટ્સ સાથે 'ફ્લાયપાસ્ટ'માં ભાગ લીધો હતો.
9/9

વડાપ્રધાન મોદીએ સ્ટેજની સામેથી પસાર થતી વખતે ભારતીય ટુકડીને સલામી આપી હતી. જ્યાં તેઓ મેક્રોન અને અન્ય મહાનુભાવો સાથે બેઠા હતા
Published at : 15 Jul 2023 07:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
