શોધખોળ કરો
Emu: પાંખો હોવા છતાં ઉડી નથી શકતું આ પક્ષી, 6 ફૂટથી લાંબા આ પક્ષીની અજાણી વાતો જાણીને ચોંકી જશો
Unknown Facts About Emu: ઇમુ એક ખૂબ જ વિચિત્ર પક્ષી છે. શાહમૃગ પછી તે વિશ્વનું સૌથી મોટું પક્ષી છે અને તેના જેવું જ દેખાય છે. આ પક્ષીને પાંખો હોય છે પરંતુ તેઓ ઉડી શકતું નથી.

( Image Source : Social Media )
1/6

Unknown Facts About Emu: ઇમુ એક ખૂબ જ વિચિત્ર પક્ષી છે. શાહમૃગ પછી તે વિશ્વનું સૌથી મોટું પક્ષી છે અને તેના જેવું જ દેખાય છે. આ પક્ષીને પાંખો હોય છે પરંતુ તેઓ ઉડી શકતું નથી. જોકે આ પક્ષી ખૂબ જ ઝડપે દોડી શકે છે.
2/6

તમને જાણીને નવાઈ લાગશે કે દોડતી વખતે આ પક્ષી એક પગલામાં 9 ફૂટનું અંતર કાપી શકે છે. આ પક્ષીમાં એવી અનેક ખુબીઓ છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે!
3/6

A-z-animals.com ના અહેવાલ મુજબ, ઇમુ પક્ષીનું વૈજ્ઞાનિક નામ Dromaius novaehollandiae છે, જેનું શરીર ભૂરા, રાખોડી અને કાળું રંગનું હોય છે. તેમનું આયુષ્ય 12-20 વર્ષ છે. જો કે, આ પક્ષી જંગલમાં માત્ર 5 થી 10 વર્ષ જ જીવી શકે છે. તે સર્વભક્ષી પક્ષી છે, જે જંતુઓ, ફળો અને નાના પ્રાણીઓ ખાય છે.
4/6

ઇમુ ઓસ્ટ્રેલિયાના વતની પક્ષીઓ છે. તે ત્યાંનું સૌથી મોટું પક્ષી પણ છે, જે 6.2 ફૂટ લાંબુ હોઈ શકે છે. તેમના પગ લાંબા અને ગરદન ઊંચી હોય છે. તેમના દરેક પગ પર 3 અંગૂઠા છે. તેમનું વજન 30 કિલોથી 55 કિલો સુધી હોઇ શકે છે. ઇમુ પક્ષીના મુખ્ય શિકારી ડીંગો, ગરુડ અને બાજ છે.
5/6

આ પક્ષીઓ દોડવામાં ખૂબ જ ઝડપી છે, જે 25 માઈલ પ્રતિ કલાક (40 કિમી/કલાક)ની ઝડપે દોડી શકે છે. દોડતી વખતે તેના પગલા પણ ઘણા લાંબા હોય છે. ઇમુનું એક પગલું 9 ફૂટ લાંબુ હોઈ શકે છે. મોટાભાગના પક્ષીઓથી વિપરીત, તેઓના શરીર પર વિશિષ્ટ ડબલ-શાફ્ટેડ પીંછા હોય છે, જે તેમને લચીલું બનાવે છે. જો કે તેઓ આ પાંખો વડે ઉડી શકતા નથી.
6/6

ઇમુ પક્ષીનો અવાજ ખૂબ જ અલગ હોય છે, જે એટલો મોટો હોય છે કે તે એક માઈલ (1.6 કિલોમીટર) દૂરથી સાંભળી શકાય છે. તેની આંખો અનોખી હોય છે. દરેક આંખ પર બે પાપણ હોય છે. એક પાપણ આંખોને ધૂળથી બચાવવા માટે છે જ્યારે બીજી પાપણ પલકાવવા છે. ઇમુ પણ શિકારીઓને લાત મારવા માટે તેમના મોટા પગનો ઉપયોગ કરે છે. તેઓ એટલા જોરથી લાત મારી શકે છે કે સામે વાળા પ્રાણીનું મોત થઈ શકે છે.
Published at : 08 Feb 2024 11:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
