આયેઝા ખાન પાકિસ્તાનની સુંદર એક્ટ્રેસમાં સામેલ છે. એક્ટિંગની સાથે એક્ટ્રેસ પોતાની સુંદરતા મામલે પણ ચર્ચામાં રહે છે. પાકિસ્તાનમાં બીજી ઘણી સુંદરીઓ છે, પરંતુ એક મામલામાં આયેઝા ખાને બીજા બધાને માત આપી દીધી છે.
2/6
આયેઝાને ઈન્સ્ટાગ્રામ પર એટલા બધા લોકો ફોલો કરે છે કે તે પાકિસ્તાનની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની ગઈ છે.
3/6
આયેઝાએ પાકિસ્તાનના ટોપ સેલેબ્સ માહિરા ખાન, સબા કમર, ફવાદ ખાન જેવા સ્ટાર્સને પણ ફેન ફોલોઈંગના મામલે માત આપી છે.
4/6
આયેઝા ખાનના ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે માહિરા ખાનને 9.4 મિલિયન, સબા કમરને 5.4 અને ફવાદ ખાનને માત્ર 1.4 મિલિયન લોકો ફોલો કરે છે.
5/6
આયેઝા 18 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ છે અને ઘણી સિરિયલોમાં જોવા મળી છે. 'મેરે પાસ તુમ હો' માં મહવિશની ભૂમિકા માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
6/6
આયેઝાએ દાનિશ તૈમુર સાથે લગ્ન કર્યા છે.આયેઝા ખાન બે બાળકોની માતા છે. આયેઝા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.