શોધખોળ કરો
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોવિડ-19 મહામારીના પાંચ વર્ષ પછી ચીનમાં નવા વાયરસ, "હ્યુમન મેટાપન્યૂમોનોવાયરસ" (HMPV) ના ઝડપી ફેલાવાના રિપોર્ટ છે. આ વાયરસના ચેપથી ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
કેટલાક વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે
1/5

China New Virus Outbreak: કોવિડ-19 મહામારીના પાંચ વર્ષ પછી ચીનમાં નવા વાયરસ, "હ્યુમન મેટાપન્યૂમોનોવાયરસ" (HMPV) ના ઝડપી ફેલાવાના રિપોર્ટ છે. આ વાયરસના ચેપથી ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ચેપના ઝડપી ફેલાવાના કારણે હોસ્પિટલોમાં લોકોની ભીડની સ્થિતિ સર્જાઈ છે.
2/5

ઓનલાઈન વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક રિપોર્ટમાં ઈન્ફલ્યુએન્ઝા A, HMPV અને માયકોપ્લાઝમા ન્યુમોનિયા જેવા વિવિધ વાયરસમાં અચાનક વધારાની વાત કરવામાં આવી રહી છે. જોકે સત્તાવાર રીતે આ મામલે કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. ચીનના આરોગ્ય અધિકારીઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ નવી મહામારી વધી હોવાની પુષ્ટી કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સ ચીની હોસ્પિટલોમાં ભીડ હોવાનો દાવો કરે છે.
Published at : 03 Jan 2025 11:41 AM (IST)
આગળ જુઓ




















