શોધખોળ કરો
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
સિંગાપોરમાં કોરોના (Coronavirus)ના ઝડપથી વધી રહેલા કેસોએ વિશ્વના અન્ય દેશોમાં પણ ભય પેદા કરવાનું શરૂ કર્યું છે. COVID 19 ની નવી લહેર જોવા મળી રહી છે. 5 થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કેસ નોંધ્યા છે.
COVID-19: સિંગાપોરમાં કોરોના (Coronavirus)ના ઝડપથી વધી રહેલા કેસોએ વિશ્વના અન્ય દેશોમાં પણ ભય પેદા કરવાનું શરૂ કર્યું છે. સિંગાપોરમાં COVID 19 ની નવી લહેર જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ 5 થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કેસ નોંધ્યા છે.
1/5

આરોગ્ય પ્રધાન ઓંગ યે કુંગે શનિવારે (18 મે) ફરીથી માસ્ક (Mask) પહેરવાની સલાહ આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોના (Coronavirus) રોગચાળાના દૈનિક કેસ 181 થી વધીને લગભગ 250 થઈ ગયા છે.
2/5

"અમે લહેરનાના પ્રારંભિક ભાગમાં છીએ જ્યાં તે વધવાનું ચાલુ રાખે છે," ઓંગે કહ્યું. "અમે એક નવી લહેરની શરૂઆત જોઈ રહ્યા છીએ જ્યાં તે સતત વધી રહી છે. તેથી હું કહું છું કે લહેર આગામી બેથી ચાર અઠવાડિયામાં તેની ટોચ પર પહોંચી શકે છે," ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સે મંત્રી ઓંગ યેને ટાંકીને કહ્યું કે તેનો સ્પષ્ટ અર્થ છે સિંગાપોરમાં જૂનના મધ્ય અને અંત વચ્ચે નવી લહેર જોવા મળશે.
Published at : 19 May 2024 06:57 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















