શોધખોળ કરો
Israel-Hamas War: હમાસના હુમલા બાદ ગુમ થઇ હતી ઇઝરાયલની યુવતી, 47 દિવસ બાદ મળી લાશ
Israel-Hamas War: ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે હમાસ દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેણે હજારો લોકોની હત્યા કરી હતી.

ફોટોઃ ટ્વિટર
1/6

Israel-Hamas War: ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેણે હજારો લોકોની હત્યા કરી હતી.
2/6

હમાસના હુમલામાં માર્યા ગયેલી ઇઝરાયલની શનિ ગૈબે નામની યુવતીનો બુધવારે (22 નવેમ્બર) મળી આવ્યો હતો. મહિલાએ કિબુત્ઝ રીમમાં સંગીત સમારોહમાં કામ કરતી હતી જ્યાં હમાસે ઘાતકી હુમલો કર્યો હતો.
3/6

7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ રીમમાં એક કોન્સર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 260 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
4/6

ગાઝા નજીક કિબુત્ઝ રીમ પાસે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હજારો લોકો હાજર હતા. આ દરમિયાન હમાસના હુમલાથી બચવા માટે દોડી રહેલા ઘણા લોકોને ગોળી વાગી હતી, જેમાં શનિ ગૈબનું પણ મૃત્યુ થયું હતું.
5/6

તેનો પરિવાર તેમના મૃત્યુના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો હતો. તેમને આશા હતી કે તેમની દીકરી જીવિત હશે. આ માટે તે સતત તેને શોધી રહ્યા હતા.
6/6

તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જાણવા મળ્યું કે તેને યોગનો ખૂબ શોખીન છે. તેણે ઈન્સ્ટા પોસ્ટમાં સૂર્ય નમસ્કાર પોઝમાં ફોટો પોસ્ટ કર્યો હતો.
Published at : 24 Nov 2023 01:58 PM (IST)
આગળ જુઓ
Advertisement