શોધખોળ કરો
Venezuela Currency: વેનેઝુએલામાં 10,000 ભારતીય રૂપિયાની કિંમત કેટલી? ક્રૂડ ઓઈલનો ભંડાર હોવા છતાં.....
વિશ્વમાં સૌથી વધુ તેલ હોવા છતાં અર્થતંત્ર ખાડે: ભારતીય રૂપિયો ત્યાંના 'બોલિવર' કરતા અનેકગણો મજબૂત, મોંઘવારીએ માજા મૂકી.
દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનો ભંડાર ધરાવતો હોવા છતાં અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ત્યાં ભારતીય રૂપિયાની કિંમત શું હશે? વર્તમાન વિનિમય દર મુજબ, ભારતના ₹10,000 વેનેઝુએલાના ચલણમાં આશરે 29,000 થી 30,000 'બોલિવર' (VES) બરાબર થાય છે. આ આંકડા દર્શાવે છે કે વેનેઝુએલાનું ચલણ ભારતીય રૂપિયાની સરખામણીમાં અત્યંત નબળું અને ધોવાઈ ગયેલું છે.
1/7

વેનેઝુએલા અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં સતત ચર્ચાનો વિષય બનેલો છે. ક્યારેક ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની નીતિઓને કારણે, તો ક્યારેક અમેરિકા સાથેના તણાવને કારણે આ દેશ સમાચારોમાં રહે છે. હાલમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માદુરોને અપાયેલી ચીમકી અને યુદ્ધના ભણકારાને કારણે વેનેઝુએલા ફરી લાઈમલાઈટમાં આવ્યું છે.
2/7

આ રાજકીય અસ્થિરતાની સીધી અસર ત્યાંના અર્થતંત્ર પર પડી છે. ભારત માટે પણ આ દેશ મહત્વનો છે કારણ કે ભારત વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. વર્ષ 2024ના આંકડા મુજબ ભારતે ત્યાંથી આશરે 22 મિલિયન બેરલ તેલની આયાત કરી હતી, જે આપણા ઊર્જા ક્ષેત્ર માટે મહત્વનો હિસ્સો છે.
Published at : 14 Dec 2025 07:21 PM (IST)
આગળ જુઓ
Advertisement





















