શોધખોળ કરો
PM Modi UK Visit: FTAથી લઈને ચા પર ચર્ચા, તસવીરોમાં જુઓ વડાપ્રધાન મોદીનો બ્રિટન પ્રવાસ
PM Modi UK Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત ભારત અને યુકે વચ્ચેના સંબંધોના એક નવા અને ઐતિહાસિક પ્રકરણની શરૂઆતના સાક્ષી બની હતી.
બ્રિટન અને ભારતના વડાપ્રધાન
1/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત ભારત અને યુકે વચ્ચેના સંબંધોના એક નવા અને ઐતિહાસિક પ્રકરણની શરૂઆતના સાક્ષી બની હતી. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ચા પર મુક્ત વેપાર કરાર અને આતંકવાદ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આ ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત કરી રહ્યા છે.
2/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સાથે ચા પીને બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષરની ઉજવણી કરી હતી. ચા સાથેની આ ખાસ મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ચેકર્સ ખાતે પીએમ કીર સ્ટારમર સાથેની ચા પર ચર્ચા ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે. આ સાથે તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી છે.
Published at : 25 Jul 2025 12:06 PM (IST)
આગળ જુઓ





















